Gujarat

વૈષ્ણોદેવીની યાત્રાએ ગયેલા પ્રવાસીઓએ સુરતના સાંસદોની માંગી મદદ

સુરતથી (Surat) વૈષ્ણોદેવી (Vaishnavdevi) પ્રવાસે ગયેલા 1680 યાત્રીઓ ખેડૂત આંદોલનને (Farmar Protest) કારણે ટ્રેન (Train) સેવા બંધ થતા અટવાઈ ગયા છે. યાત્રીઓ પાસે હોટલ સંચાલકો વધારે ભાડા વસૂલી રહ્યા છે. ટ્રેન સેવા શરૂ થાય તે માટે યાત્રા ટ્રસ્ટના સંચાલકે ભાજપ સાંસદ સી.આર.પાટીલ અને રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશની પાસે મદદ માંગી છે.

વૈષ્ણો દેવી યાત્રા ટ્રસ્ટ સેવા દ્વારા ગત 17 તારીખે રાત્રે ઉઘના સ્ટેશનથી વૈષ્ણવદેવી દર્શન માટે નીકળ્યા હતા. આ ટ્રેનમાં 1680 પ્રવાસીઓ વૈષ્ણોદેવીની યાત્રાએ ગયા છે. આ ટ્રેન મંગળવારે ત્યાંથી સુરત આવવા નીકળવાની હતી. પરંતુ પંજાબમાં ખેડૂત આંદોલન ચાલુ થતા ટ્રેન કટરા સ્ટેશન ઉપર થંભાવી દીધી છે. જેને કારણે 1680 યાત્રીઓ અટવાઈ ગયા છે. ગઈકાલે સવારે જ હોટલ ચેકઆઉટ કરવાની હતી. પરંતુ ટ્રેન બંધ રહેતા હોટેલ ખાલી કરી શકાય તેમ નથી. બીજી બાજું હોટલ સંચાલકો હવે ચોવીસ કલાક બાદ વધારે રૂપિયા માંગી રહ્યા છે.

ટ્રસ્ટ દ્વારા અત્યારે તો જમવાની પણ વ્યવસ્થા થઈ રહી છે. પરંતુ તે લાંબો સમય વ્યવસ્થા કરી શકે તેવી સ્થિતિ નથી. કારણકે રોજના લાકો રૂપિયાનો ખર્ચ છે. ઘણા આર્થીકરીતે સક્ષમ યાત્રીઓ બાય પ્લેન આવવા નીકળી રહ્યા છે. પરંતુ જે યાત્રીઓ પાસે આર્થીક વ્યવસ્થા નથી તેઓ ટ્રેન ચાલું થાય તેની રાહ જોઈને બેસી રહ્યા છે. ટ્રેન સેવા શરૂ કરવા માટે યાત્રી ટ્રસ્ટના કીર્તીભાઈ પટેલે જણાવ્યું હતું કે, તેમના દ્વારા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તથા રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેનનો સંપર્ક કરી રજૂઆત કરવામાં આવી છે.

સુરતથી દર વર્ષે દિવાળી પછીના સિઝનમાં વૈષ્ણોદેવી યાત્રાએ વિશેષ ટ્રેન દોડે છે. ચાલુ વર્ષે પણ વૈષ્ણવદેવી યાત્રા ટ્રસ્ટ સેવા સુરતથી ગત 17 તારીખે રાત્રે ઉઘના સ્ટેશનથી વૈષ્ણવદેવી દર્શન માટે નીકળ્યા હતા. આ ટ્રેનમાં 1680 પ્રવાસીઓ વૈષ્ણોદેવીની યાત્રાએ ગયા છે. આ ટ્રેન મંગળવારે ત્યાંથી સુરત આવવા નીકળવાની હતી. પરંતુ પંજાબમાં ખેડૂત આંદોલન ચાલુ થતા ટ્રેન કટરા સ્ટેશન ઉપર થંભાવી દીધી છે. યાત્રાનો સમય પુરો થયો હોવાથી હોટલો ખાલી કરવી પડે તેવી સ્થિતિ છે. ટ્રસ્ટ તરફથી ખૂબ સરસ સેવા મળી છે. પરંતુ હોટલવાળાઓ ટાઈમ પુરો થયો હોવાથી યાત્રીઓને રૂમો ખાલી કરવા કહી રહ્યા છે. રેલ્વે તંત્ર દ્વારા ટ્રેન ચાલુ કરાવવામાં આવે તેવી વ્યવસ્થા કરવા યાત્રીઓ મદદ માંગી રહ્યા છે.

Most Popular

To Top