સુરત : વડોદરાના (Vadodra) કાપડ વેપારી અને સુરતના (Surat) કાપડ દલાલે રિંગરોડના કાપડ વેપારી પાસેથી રૂા.36 લાખની કિંમતનો કાપડનો માલ ખરીદી પેમેન્ટ (Payment) આપ્યું નહી આપતા પોલીસ (Police) ફરિયાદ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ કતારગામ અનાથ આશ્રમની પાછળ હરી હરી સોસાયટીમાં રહેતા તથા સુરત ટેક્ષટાઇલ માર્કેટમાં ક્રીયા ફેશનના નામે ગ્રે કાપડનો વેપાર કરતા દિપક ધીરૂભાઇ રાદડીયાના સંપર્કમાં આવેલા નરેન્દ્ર ઉર્ફે રાજુ હજારીમલ શાહ તથા ભુરસીંગ ઉર્ફે ચેતન કેસરસીંગ રાજપુતે સને 2019ના સમયગાળામાં પોતે કાપડ દલાલનું મોટું કામકાજ હોવાની વાત કરી વેપારી શિરસ્તા પ્રમાણે પેમેન્ટ ચુકવવા જણાવ્યું હતું.
ત્યારબાદ વડોદરાની રિદ્ધી એમ્પોરિયમના નામથી તેમજ જે પેઢી અસ્તિત્વમાં જ ન હતી. તેવી પેઢીના નામો ઉપર કુલ રૂ.36.12 લાખનો ડ્રેસ મટીરીયલ અને સાડીનો માલ ખરીદ્યો હતો. બંને ઠગબાજોએ અમુક રકમના ચેક પણ આપ્યા હતા. જોકે તે ચેક પણ રિટર્ન થયા હતા. બાકી પેમેન્ટનું ત્રણ વર્ષથી ચુકવણું જ નહીં થતા અંતે વેપારી નરેન્દ્ર શાહે આ મામલે સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જયપુરના વેપારીની સુરતના વેપારી સાથે 7 લાખની ઠગાઇ
સુરત : ઉધનામાં વેપાર કરતા વેપારી સાથે રાજસ્થાન-જયપુરના વેપારીએ રૂા.7 લાખનો માલ લઇ પેમેન્ટ આપ્યું ન હતું. પ્રાપ્ત વિગતો મુજબ વેસુમાં ઓએનજીસી કોલોની પાછળ સ્ટાર ગેલેક્ષીમાં રહેતા રવિન્દ્રભાઇ અગ્રવાલ ઉધના સિટી ઇન્ડસ્ટ્રીઝમાં મિસ્કા ટ્રેન્ડ નામથી કાપડનો વેપાર કરે છે. દરમિયાન તેઓની પાસેથી જયપુરમાં વેપાર કરતા વેપારી કમલેશ ગુપ્તાની સાથે થઇ હતી. કમલેશે રવિન્દ્રભાઇની પાસેથી રૂા.8 લાખની કિંમતનો કાપડનો માલ ખરીદ્યો હતો અને તેની સામે રૂા.1 લાખ ચૂકવી આપ્યા હતા. જ્યારે રૂા.7 લાખ ચૂકવવાના બાકી હતી. આ માટે વારંવાર ઉઘરાણી છતાં કમલેશે રૂપિયા આપ્યા ન હતા. બનાવ અંગે રવિન્દ્રભાઇએ ઉધના પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.