સુરત : સુરત (Surat) ઉધનાના (Udhana) હેગદેવાડમાં (Hegdewad) એક યુવાને બાથરૂમમાં ફાંસો ખાઈને (suicide) પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ યુવાન બેરોજગાર (unemployed) હતો અને જીવનથી હતાશ થઈ ગયો હતો. એટલું જ નહીં પણ ઘરમાં કમાઉ દીકરા તરીકેની જવાબદારી નિભાવતા હરીશભાઈના આપઘાત પાછળ આર્થિક મંડી પણ કારણભૂત હોવાના કારણે આ પગલુ ભર્યુ હોવાનું સામે આવ્યું છે. એક ભાઈ અને માતા સાથે રહેતા હરિષભાઈના આપઘાતને લઈ પરિવાર શોકમાં સરી પડ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મહિનાના 10 દિવસ છૂટક કામ મળતું હતું, જ્યારે 20 દિવસ રખડવું પડતું હતું
ઉધનાના હેગદેવાડમાં ફાંસો ખાઈને જીવન ટૂંકાવનાર હરીશભાઈના મિત્ર સલીમભાઈએ જણાવ્યું હતું કે એમ્બ્રોડરીના કારખનામાં કામ કરતા હરીશભાઈ શાંતુભાઈ નાયકાને (ઉમર વર્ષ 40) મહિનાના 10 દિવસ છૂટક કામ મળતું હતું. જ્યારે તેને 20 દિવસ બેકાર રખડવું પડતું હતું. એટલું જ નહીં પણ ભાઈ અમે માતા ની તમામ જવાબદારી ઉપાડતા હરીશભાઈ આર્થિક ભીંસમાં મુકાય ગયા હતા. જેને લઈ એમને આવું પગલું ભર્યું હોય એમ કહી શકાય છે.
હરીશભાઈના પહેલા પિતાના મૃત્યુ બાદ માતા એ બીજા લગ્ન કર્યા હતા
હરીશભાઈના મિત્ર સલીમભાઈએ વધુમાં જણાવ્યું હતું કે હરીશભાઈના પહેલા પિતાના મૃત્યુ બાદ માતા એ બીજા લગ્ન કર્યા હતા. એક બાજુ બેરોજગારી અને બીજી બાજુ વધતી ઉંમરને કારણે લગ્ન પણ થતા ન હતા. જેના કારણે તે માનસિક તણાવમાં (Depression) પણ રહેતા હતા. જે પગલે હરીશભાઈ એ આજે બાથરૂમમાં જઇ ફાંસો ખાય લીધેલી હાલતમાં મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પોલીસે પોસ્ટ મોર્ટમની દિશામાં કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે.
હરીશ માનસિક તણાવમાં રહેતો હતો : પિતા દલપતરાય
હરીશભાઈના પિતા દલપતરાયએ જણાવ્યું હતું કે હરીશ માનસિક તણાવમાં રહેતો હતો. કામધંધો મળતો ન હતો. હું ઘરે આવું એ પહેલાં એ રાત્રે નીકળી જતો હતો. આજે ઘરે થી ફોન આવ્યો ત્યારે ખબર પડી કે હરીશએ આપઘાત કરી લીધો છે. 30-45 મિનિટ સુધી બાથરૂમમાંથી બહાર ન આવતા પરિવારે દરવાજો ખખડાવ્યો હતો. ત્યારબાદ પાડોશીને બોલવી દરવાજો તોડી નાખતા હરીશ ફાંસો ખાધેલી હાલતમાં લટકતો મળી આવ્યો હતો.