SURAT

સુરત ઉધના વિસ્તારની ઘટના : કરંટ લાગતા ભંગાર ભરતા વેપારીનું મોત

સુરત : સુરતના (Surat) ઉધના (Udhana) વિસ્તારમાં આવેલ હરિનગરમાં (Harinagar) વીજ કરંટથી (Electric current) મોત થવાની ઘટના સામે આવી છે. ઉધનાના હરિનગરમાં ટેમ્પોમાં ભંગાર ભરતો વેપારી હાયટેન્શન લાઈનને અડી જતા વીજ કરંટ લાગવાથી તેને તત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેને 108ની મદદથી સિવિલ લવાતા ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. જ પરિવાર શોકમાં સરી ગયો હતો.

વેપારીના પરિવારજનો એ જણાવ્યું હતું કે ઘટના લગભગ 5 વાગ્યાના અરસામાં બની હતી. વેપારીનીનું નામ અખિલેશભાઈ ચતુર્વેદી છે જે ભંગારના વેપારી છે. અખિલેશભાઈ ચતુર્વેદી ત્રીજા માળે ભેગું કરેલું ભંગાર ઘર સામે પાર્ક કરેલ ટેમ્પોમાં નાખી રહ્યા હતા. ત્યારે અચાનક લોખડનો સડીયો ઘર સામેથી પસાર થતા હાયટેન્શન લાઈને અડી ગયો હતો. સડીયો હાયટેન્શન લાઈને અડી જતા અખિલેશભાઈને હાય વોલ્ટેજ કરંટ લાગ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પરિવારજનોએ તાત્કાલિક 108ની મદદથી અખિલેશને સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

વધુમાં જણાવ્યું હતું કે અખિલેશભાઈ યુપીના રહેવાસી હતા. સયુક્ત કુટુંબમાં રહેતા હતા. ત્રણ સંતાનો-પત્ની અને માતા-પિતા તેમજ નાના ભાઈ-ભાભી સાથેનું નાનું પરિવાર હતું. ઘટનાને લઈ આખું પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. ઘટનાની જાણ બાદ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top