સુરત: સુરત(Surat) શહેરની જનતાની વિવિધ માંગણીઓ સંદર્ભે વેસ્ટર્ન રેલવે દ્વારા ઉધના(Udhana)-બનારસ(Banaras) વચ્ચે નવી સાપ્તાહિક ટ્રેન(weekly train)ને આજે રેલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ(Darshanaben Zardosh) દ્વારા લીલી ઝંડી દેખાડીને નવી ટ્રેન સેવાનો આરંભ કરવામાં આવ્યો. હતો. આ પ્રસંગે ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, ધારાસભ્ય ઝંખનાબેન પટેલ સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
હાલમાં જ વંદે ભારત એકસપ્રેસ શરૂ કરાઈ
દેશના સર્વાગી વિકાસમાં રેલ્વે મહત્વની ભૂમિકા ભજવી રહી છે. રેલ્વે ભારતની જીવંત અને ગતિશીલ સંસ્કૃતિઓને એકસાથે લાવવામાં મહત્વની ભૂમિકા રહી છે. પશ્ચિમ રેલ્વે મેલ/એકસપ્રેસ ટ્રેનો ચલાવે છે. જેમાં રાજધાની, શતાબ્દી, હમસફર, દુરંતો, તેજસ રેક સાથેની ડબલ-ડેકર એકસપ્રેસ તેમજ મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન રાજ્યોમાં ઇઝ દ્વારા સંચાલિત ખાનગી તેજસ એકસપ્રેસ જેવી પ્રીમિયમ ટ્રેનોની સેવાઓ પૂરી પાડે છે. તાજેતરમાં, ગાંધીનગર કેપિટલ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનો વચ્ચે સ્વદેશી રીતે વિકસિત સેમી-હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત એકસપ્રેસ શરૂ કરવામાં ક્ષેત્રનો વિકાસ થાય છે.
નવી ટ્રેનો શરૂ થતા વ્યાપારને વેગ મળશે
લોકોની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલ્વે તેના અધિકારક્ષેત્ર હેઠળના સ્ટેશનોથી વિવિધસ્થળોએ નવી ટ્રેનો શરૂ કરી રહી છે. તે લોકોને સ્થાનો સાથે જોડવામાં મદદ કરે છે, પરિણામે આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળે છે, પ્રવાસન, શિક્ષણ અને સાંસ્કૃતિક વિનિમયને પ્રોત્સાહન આપવાની સાથે રોજગારીની તકો ઊભી કરવામાં મદદ કરે છે જેનાથી સમગ્ર ઉધના અને સુરતના જોડિયા શહેરો મુખ્ય વ્યાપારી કેન્દ્રો છે, જેમાં કાપડ અને હીરા બંનેના ધંધા સમાન રીતે વિકસી રહ્યા છે. એનાથી રોજગારના નવા અવસર પ્રાપ્ત થાય છે અને ઘણા પરિવારો માત્ર શહેરમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ પ્રદેશમાં તેમના પર નિર્ભર છે. બનારસ અથવા કાશી આપણા દેશના પવિત્ર શહેરોમાંનું એક છે. મંદિરોના શહેર તરીકે જાણીતું આ શહેર સૌથી લોકપ્રિય તીર્થ સ્થળોમાંનું એક છે. આ શહેર વિશ્વ પ્રસિદ્ધ બનારસ હિંદુ યુનિવર્સિટી સહિત શ્રેષ્ઠ બનારસ ગુણવત્તાયુક્ત રેશમ અને સંગીત અને જ્ઞાન શિક્ષણના કેન્દ્રો માટે પણ જાણીતું છે. ઉધના-સુરતથી પૂર્વાંચલ પ્રદેશ સુધીની વધારાની ટ્રેન સેવાની લોકોની માંગને પહોંચી વળવા પશ્ચિમ રેલવેએ ઉધના અને બનારસ વચ્ચે નવી સુપરફાસ્ટ ટ્રેન સેવા શરૂ કરી છે. આ નવી ટ્રેન સેવા આ રૂટ પર સતત વધતી જતી માંગને પૂરી કરશે અને શિક્ષણ, રોજગાર, તીર્થયાત્રાનો ધાત્રીઓ અને પ્રવાસીઓ માટે મુસાફરી કરતા લોકો માટે ખુબ અનુકૂળ રહેશે