સુરત: સુરતની (Surat) વરાછા બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણી સતત ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે આ વખતે ફરીવાર તેઓ ચર્ચામાં આવ્યાં છે. આ વખતે તેઓ TRB જવાનનો ઉધડો લેતાં જોવા મળ્યાં છે. આનો એક વીડિયો (Video) પણ વાઈરલ થયો છે. સુરત મીની બજાર ખાતે ટ્રાફિક (Traffic) સમસ્યા સંભાળવાને બદલે સાઈડમાં બેસી મોબાઈલ જોતા TRB જવાનને જોઈને ધારાસભ્ય કુમાર કાનાણીના ગુસ્સાનો પાર રહ્યો ન હતો જેના કારણ કાનાણીએ TRB જવાનનો ઉધડો લીધો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તેઓ TRB જવાનને ખખડાવતા જોવા મળી રહ્યા છે.
કુમાર કાનાણી પોતાનવ ઘરેથી મોટરસાયકલ પર મીની બજાર તરફ તેમની પત્ની સાથે જઈ રહ્યા હતા ત્યારે તેમણે ટ્રાફિકનો સામનો કરવો પડ્યો હતો. આ સમયે તેમણે આસપાસમાં જોયું તો એક પણ TRB જવાન દેખાયો નહીં. ત્યારબાદ તેમની નજર ખૂણામાં બે TRB જવાન ગાડી ઉપર બેસી મોબાઈલમાં વ્યસ્ત હોવાનું જણાય આવ્યું હતું. લોકોની વચ્ચે TRB જવાન ધારાસભ્ય કુમાર કાનાણીએ ઉધડો લઈ લીધો હતો. આ સાથે તેમની પત્નીએ પણ TRB જવાનોનો ઉધડો લીધો હતો.
કુમાર કાનાણીએ જ્યારે TRB જવાનને બોલાવ્યો ત્યારે તે જગ્યા પરથી ઊભો પણ થયો ન હતો. ત્યાર પછી કુમાર કાનાણીએ કહ્યું, હું તને જ બોલાવ છું. TRB જવાન કાનાણીની પાસે આવતા અને તેમને સામે જવાબ આપતા ધારાસભ્યનો પિત્તો ગયો હતો. જેનાં કારણે તેમણે TRBનાં જવાનને આડેધડ લીધો હતો. તેમણે કહ્યું તું તારું સીધું સીધું કામ કર નહી તો ઝાપટ મારીશ. TRB જવાનોએ કહ્યું કે, કાકા મારવાની વાત નહીં કરવાની.
આ ઘટના અંગે કાનાણીએ પોલીસ અધિકારને જાણ કરી ન હતી પરંતુ વીડિયો વાઈરલ થતાં અધિકારીઓએ તેમની સાથે વાત કરી હતી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર પણ તેમને ઘરે મળવા ગયા હતા અને સમગ્ર ઘટનાક્રમ વિશે માહિતી મેળવી હતી. કાનાણીએ આ ઘટના પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે વરાછા વિભાગમાં ટ્રાફિકની સમસ્યા ઘણા સમયથી છે જેનાં કારણે ત્યાં TRBનાં જવાનો તૈનાત કરવામાં આવ્યાં છે. આ લોકો જ પોતાની ફરજ નહિં નીભાવશે તો લોકોને વધુ મુશ્કેલીઓ થશે.