સુરત: સુરતમાં અવારનવાર વિવિધ વિભાગમાં લાંચિયા અધિકારીઓએ દ્વારા લાંચ લેવાતી હોવાની ખબરો આવતી રહે છે, આવી જ એક ઘટમાં આજે સવારે બની હતી. સુરતના રિંગરોડ(Ring road) સ્થિત કમેલા દરવાજાનો LRD લાંચ(Bribe) લેતા રંગે હાથે ઝડપાયો હતો. સુરતમાં વારંવાર લાંચ લેવાતી હોવાની ખબર મળતા લાંચ લેનારને પકડવાના પ્રયાસો સુરત પોલીસ દ્વારા કરવામાં આવતા હતા જેમાં આજે એક જાગૃત નાગરિકની મદદથી પોલીસને સફળતા મળી છે.
સુરત રીંગરોડ ઉપર આવેલા કમેલા દરવાજા ટ્રાફિક પોલીસ ચોકીનો LRD રૂપિયા 1000ની લાંચ(Bribe) લેતા રંગેહાથે ઝડપાઇ ગયો હતો જેથી પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. ઝડપાયેલો ભાવેશકુમાર ખેંગારભાઇ દેસાઇ વાહન રોકી હેતુલક્ષી વાતચીત કરી કોઇ પણ જાતની રસીદ આપ્યા વગર લાંચ પેટે રૂપિયા 1000ની રકમ સ્વિકારતા ઝડપાઇ ગયો હોવાનું ACB એ જણાવ્યું છે. જણાવી દઈએ કે ભાવેશ દેસાઈ સુરત શહેર ટ્રાફીક રીજન-2 સર્કલ-4 ચોકીનો કર્મચારી હોવાનું સામે આવ્યું છે.
કે.જે.ધડુક (પોલીસ ઇન્સપેકટર, સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે.)એ જણાવ્યું હતું કે, વાહન ચાલકોએ રજુઆતની રજૂઆત મુજબ સુરત શહેર ટ્રાફીકના પોલીસ કર્મચારીઓ તથા ટી.આર.બી જવાનો વાહન ચાલકો પાસેથી વારંવાર અલગ-અલગ બહાના હેઠળ દંડની પાવતી આપ્યા વગર લાંચ તરીકે રૂા. 100થી રૂા. 3000 સુધીની રકમ સ્વીકારતા હોય છે. જાણકારી મળ્યા બાદ લાંચ લેનારને પકડી પાડવાના પ્રયાસો ચાલુ હતા જેમાં અમને સફળતા મળી છે.
વધુમાં જાણવા મળ્યું હતું કે, આજે એક જાગૃત નાગરિકના સહકારથી લાંચ પકડવાના છટકા(ટ્રેપ)નું આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમ્યાન સુરત રીંગરોડ ઉપર આવેલા કમેલા દરવાજા ટ્રાફિક પોલીસ ચોકી ખાતે આક્ષેપિત ભાવેશકુમાર ખેંગારભાઇ દેસાઇ(એલ.આર.ડી.) દ્વારા સહકાર આપનાર જાગૃત નાગરિકનું વાહન રોકી પંચોની હાજરીમાં હેતુલક્ષી વાતચીત કરી કોઇપણ જાતની રસીદ આપ્યા વગર લાંચના રૂપિયા 1000ની માંગણી કરી હતી. ત્યારબાદ લાંચ સ્વીકારતા રંગે હાથે પકડાઇ ગયા હતા. હાલ આરોપી ભાવેશને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાવેશકુમાર ખેંગારભાઇ દેસાઇ ઘર નં. ૭૨, શિવપાર્ક સોસાયટી, ગીતાંજલી સ્કુલ પાસે, ગોડાદરા, લાલભાઇ રબારીના મકાનમાં સુરત રહેતા હોવાનું સામે આવ્યું છે.
સુરતનો ટ્રાફિક પોલીસ લાંચ લેતા ઝડપાયો, જાણો કેટલા રૂપિયા માંગ્યા
By
Posted on