National

કારગીલથી સોનમર્ગ જતા કાર 1200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા સુરતનાં ટુર સંચાલકનું મોત

શ્રીનગર: શ્રીનગર(Srinagar)માં લેહ(Leh)-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર જોજિલા પાસિંગ નજીક મંગળવારના રોજ ગમખ્વાર અકસ્માત(Accident) સર્જાયો હતો. મોડી રાત્રે એક ગાડી(Car) ઉંડી ખીણ(Valley)માં પડી જતા 9 લોકોના મોત નીપજ્યા હતા. આ ગાડી કારગીલથી સોનમર્ગ તરફ આવી રહી હતી. તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સુરતના એક યુવકનું પણ મોત નીપજ્યું છે. જે સુરતનાં અડાજણ વિસ્તારનો રહેવાસી છે. તેના પરિવારમાં પત્ની અને બે બાળકો, માતા-પિતા અને એક બહેન, ભાઈ છે. યુવકના મોતનાં પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું હતું.

1200 ફૂટ ઊંડી ખીણમાં ગાડી પડી
શ્રીનગર-કારગિલ રોડ પર જોજિલા પાર્સીંગ નજીક મોડી પસાર થઇ રહેલી એક કાર 1200 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ, સેના અને બીઆરઓના બચાવકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેઓએ અકસ્માત પછી તરત જ 7 મૃતદેહો બહાર કાઢ્યા હતા જ્યારે બુધવારે સવારે વધુ બે મૃતદેહો મેળવ્યા હતા. આ અકસ્માતમાં કુલ નવ લોકોના મોત થયા છે, જેમાંથી બે જમ્મુ-કાશ્મીરના છે, બાકીના અન્ય રાજ્યોના પ્રવાસીઓ છે. આ અકસ્માતમાં એક 20 વર્ષીય યુવક પણ ઘાયલ થયો છે, જેને સ્કિમ્સ સોરામાં દાખલ કરવામાં આવ્યો છે.

સુરત, યુપી, પંજાબ સહિત અન્ય રાજ્યોના લોકોનાં પણ મોત
આ અકસ્માતમાં સુરતનાં અંકિત સંઘવી નામના યુવકનું પણ મોત નીપજ્યું હતું આ યુવક પોતે ટુર સંચાલક હતો. જયારે તેઓની સાથે અન્ય રાજ્યના લોકો પણ મોતને ભેટ્યા હતા.જેમાં ડ્રાઈવરની ઓળખ અઝહર ઈકબાલ પુત્ર લિયાકત હુસૈન, ગાંધી મરમુ પુત્ર મંગલ મરમુ અને તેના પિતા મંગલ મરમુ, પુત્ર કદમ મરમુ, રણજીતકુમાર, પુત્ર રોહિત કુમાર , મોહમ્મદ અસલમ પારે, પુત્ર અબ્દુલ રશીદ પારે ,જન્મ નાનક ચંદ, પુત્ર ભગવાન ચંદ છે.

અંકિતના ફોનમાં છેલ્લે ડાયલ કરેલા નંબરથી પરિવારને ઘટનાની જાણ થઇ
પોલીસે ટુર સંચાલક હોવાને કારણે જમ્મુ કાશ્મીર તેમજ અન્ય રાજ્યોમાં જતો હતો. એકાએક બનેલી ઘટનાથી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું છે. શ્રીનગર પોલીસે અકસ્માત બાદ અંકિતના ફોનમાં છેલ્લે ડાયલ કરવામાં આવેલો નંબર જોડીને તેના પરિવારને આ દુઃખદ ઘટનાની જાણકારી આપી હતી. ત્યાર બાદ અંકિતના ભાઈ અને પિતા દિલ્હી જવા માટે રવાના થયા છે.

ટ્રાફિક એડવાઈઝરીનું ઉલ્લંઘન કર્યું
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કારગિલથી શ્રીનગર જવા માટે સવારના 6 વાગ્યાથી જ પેસેન્જર વાહનોને મંજૂરી આપવામાં આવે છે, પરંતુ ડ્રાઈવરે ટ્રાફિક એડવાઈઝરીનું ઉલ્લંઘન કર્યું અને રાત્રે શ્રીનગર તરફ જઈ રહ્યો હતો.

Most Popular

To Top