સુરત: નવી સિવિલ હોસ્પિટલ(NEW CIVIL HOSPITAL)માં ત્રણ દિવસ પહેલા શરૂ કરાયેલા પ્લાન્ટ સ્વીંગ એડસોસન્ટ ટેકનોલોજી (SWING EDSOSANT TECHNOLOGY) હેઠળ 9 ટન ઓક્સિજન ગેસ (OXYGEN GAS) બચાવવામાં આવ્યો છે. તબીબો દ્વારા હવામાંથી ઓક્સિજન છુટો પાડી તેને લિકવિડ ફોર્મ(LIQUID FORM)માં દર્દી સુધી પહોંચાડવાનું શરૂ કરાયું છે. છેલ્લા ત્રણ દિવસમાં આ પ્લાન્ટ હેઠળ 9 ટન જેટલું લિકવિડ ઓક્સિજન બચાવવામાં આવ્યો છે.
નવી સિવિલ હોસ્પિટલના તબીબ ડો. નિમેષ વર્માએ જણાવ્યું હતું કે, નવી સિવિલ હોસ્પિટલના ત્રણેય વિભાગમાં હાલ કોરોનાના ગંભીર દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. પહેલા કરતા હવે ગંભીર દર્દીઓ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. જેના કારણે ઓક્સિજન ગેસ પણ ખુબ જ મોટા પ્રમાણમાં વપરાશ શરૂ કરાયો છે. પહેલા નોનકોવિડની સ્થિતિમાં માત્ર 3 ટન ઓક્સિજન વપરાતો હતો. પરંતુ ત્યારે કોરોનાની ગંભીર પરિસ્થિતિ વચ્ચે પ્રતિ દિવસ 60 ટન ઓક્સિજન વાપરવામાં આવી રહ્યો છે. ત્યારે સરકારી ગાઇડલાઉન મુજબ નવી સિવિલ કેમ્પસમાં એક ઇમારત ઉભી કરી તેમાં સ્વીંગ એડસોસન્ટ ટેકનોલોજી હેઠળ હવામાંથી ઓક્સિજન છુટ પાડી તેને લિકવિડ ફોર્મમાં દર્દી સુધી પહોંચવાનું શરૂ કરાયું છે. છેલ્લા ત્રણ દિવસમાં આ ટેકનોલોજી હેઠળ 9 ટન જેટલું લિકવિડ ઓક્સિજન બચાવી લેવામાં આવ્યું છે.
આ ટેકનોલોજી હેઠળ હવામાંથી કોમ્પ્રેશર મારફત ઓક્સિજન કાઢી લેવામાં આવે છે: ડો. વર્મા
ડો. વર્માએ વધુમાં જણાવ્યું હતું કે, આ ટેકનોલોજી હેઠળ હવામાંથી કોમ્પ્રેશર મારફત ઓક્સિજન કાઢી લેવામાં આવે છે. કુદરતી હવામાં 21 ટકા ઓક્સિજન હોય છે. જેથી કુદરતી હવા કોમ્પ્રેશર મારફત લેવામાં આવે છે. જેમાંથી મશીન મારફત 17 નાઇટ્રોજન અને કાર્બન ડાયોકસાઇડ બહાર કાઢી લઇ તેને ઓક્સિજન બનાવવામાં આવે છે અને તેને લિકવિડ ઓક્સિજનમાં ભેગુ કરી દેવામાં આવે છે. જેના થકી છેલ્લા ત્રણ દિવસમાં 9 ટન જેટલો લિકવિડ ઓક્સિજન બચાવવામાં આવ્યો છે.