સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના જીએફઆરઆરસી (ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટર) દ્વારા આજે સમૃદ્ધિ, નાનપુરા ખાતે ‘પોલિએસ્ટર– ધ રોડ અહેડ’વિષય પર યોજાયેલા સેમિનારને સંબોધતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ અસિમ પાને સુરતનાં કાપડ ઉદ્યોગકારોને કહ્યું હતું કે ટેકિનકલ ટેકસટાઇલનો ગ્રોથ ઘણો સારો છે. ગારમેન્ટમાં ફંકશનાલિટી હોવી જોઇએ. રૂપિયા 5 કરોડથી ટેકિનકલ ટેકસટાઇલનો પ્રોજેકટ બને છે,સુરત એમએસએમઇનું હબ છે ત્યારે નાના ઉદ્યોગ સાહસિકો આ પ્રોજેકટ શરૂ કરી શકે છે.
સુરતની ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીને ફંકશનાલિટી ઉપર પણ કામ કરવું પડશે. એપરલ પાર્ક અને નોન એપરલ પાર્કમાં શું થઇ રહ્યું છે તેના વિષે પણ માહિતી આપી હતી.અસિમ પાને વધુમાં જણાવ્યું હતું કે, એરલાઇટ પ્રોડકટ સોલીડ ફાયબરથી બને છે. આ પ્રોડકટ શરીરને પ્રોટેકટ કરે છે અને બહારના વાતાવરણની અસર તુરંત શરીર પર થવા દેતી નથી. ઓલકાઇમા પ્રોડકટ શરીરને ઠંડીમાં ગરમી અને ગરમીમાં ઠંડક આપે છે. આ પ્રોડકટ કુલટેક ફાયબરની જેમ અસર કરે છે અને દરેક કલાયમેટમાં ચાલે તેવી પ્રોડકટ છે. સુપરફીલ (સોફટ ટચ) પ્રોડકટ કોટન સ્પનની જેમ છે, પરંતુ એ પિલીંગમાં ચાલે એમ નથી. કોટનની જેમ દેખાય એવી કોટલુક પ્રોડકટ વિષે પણ માહિતી આપી હતી.સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ યાર્ન (જીયો ગ્રીડ) ફલાયઓવરના વોલમાં ઉપયોગમાં લેવાય છે. આ યાર્ન ઓઇલ યુરોશન રોકવા માટે કામ લાગે છે. ઇન્ડિયન ટાયર માર્કેટના સરવે મુજબ હવે નાયલોન ટાયરકોટની જેમ પોલિએસ્ટર ટાયરકોટનો ઉપયોગ વધ્યો છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, ગ્લોબલી માર્કેટમાં હવે દિવસે ન દિવસ પોલિએસ્ટર ફાયબરની માંગ વધી રહી છે. વઝીર એડવાઇઝરના સરવે મુજબ, વર્ષ 2030 સુધીમાં પોલિએસ્ટર ફાયબર વિશ્વનું 59 ટકા માર્કેટ કેપ્ચર કરી લેશે, આથી હાલ આખું વિશ્વ સસ્ટેનેબિલિટી ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહયું છે.આ પ્રસંગે ચેમ્બરના ચેમ્બરના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયા,તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ આશીષ ગુજરાતી, માનદ્ મંત્રી ભાવેશ ટેલર તથા ભૂતપૂર્વ પ્રમુખો પ્રફુલ શાહ અને મહેન્દ્ર કાજીવાલા, જીએફઆરઆરસીના કો–ચેરમેન ઉમેશ ક્રિષ્ણાની ઉપસ્થિત રહ્યાં હતાં.