સુરત : પાર્લે પોઈન્ટ (Parle Point) ખાતે ત્રિભુવન કોમ્પ્લેક્ષમાં હેપ્પી ફેમિલી સ્પાની (Spa) આડમાં ચાલતો દેહ વેપારનો વ્યવસાય પોલીસે (Police) ઝડપી પાડી સંચાલક સહિત બે મહિલાઓ પકડી હતી. ઉમરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે. શહેરમાં મસાજ અને સ્પા પાર્લરની આડમાં ચાલતા કૂટણખાનાંઓ પર પોલીસ લાલ આંખ કરી રહી છે.
ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા દેહ વ્યાપારના ધંધા ઉપર પોલીસની ટીમે બાતમીના આધારે રેડ કરીને બે મહિલાઓ સહિત સંચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉમરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઉમરા પાર્લે પોઇન્ટ ત્રિભુવન કોમ્પલેક્ષના ઓફિસ નંબર એ-2 પહેલા માળે હેપી ફેમિલી સ્પાના માલિક સોહેલ અબ્દુલ મંડલ મસાજ પાર્લરમાં સંચાલક તરીકે સિધ્ધાર્થ પ્રેમદાસ બનસોડ (ઉ.વ.૩૫, રહે. અલથાણ) ને સંચાલકની નોકરીએ રાખી પોતાના મસાજ પાર્લરમાં ભારતીય મૂળની બે મહિલાઓ પાસે દેહ વ્યાપારનો ધંધો કરાવતા હતા. આ બાતમીના આધારે પોલીસે રેડ કરી અને કૂટણખાનું ઝડપી પાડ્યું હતું.
કડોદરા પોલીસ ડ્રોન ઉડાવી દારૂ શોધતી હતી ત્યાં જ મોનિટરિંગ સેલે દારૂ ઝડપી પાડ્યો
પલસાણા: ગુજરાતમાં દેશી દારૂના લઠ્ઠાકાંડમાં ૫૭ ગરીબ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અને અનેક પરિવારો ઘેરા શોકમાં છે. ત્યારે ઘટનાની ગંભીરતાને લઇ ગૃહ વિભાગ દ્વારા પણ પોલીસને દારૂ બંધ કરાવવા કડક રીતે સૂચના આપી હોવાથી ઠેર ઠેર બુટલેગરોના અડ્ડા પર રેડ પડી રહી છે. કડોદરા પોલીસ ડ્રોન ઉડાવી દારૂ શોધતી હતી ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમને બાતમી મળી હતી કે પલસાણાના વરેલી ગામે સાંઇનગરમાં ભોંયતળિયે આવેલા મકાન નં.૨૭-૨૮માં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમી આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરી વિદેશી દારૂની બોટલ નંગ-૧૦૦૮ કિંમત રૂ.૧૦૦૮૦૦ તેમજ મોબાઇલ, ટુ વ્હીલ૨ તથા રોકડ મળી કુલ ૩,૩૮,૩૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ગણપત કાંતુ પટેલ (ઉં.વ.૪૦) (રહે., દત્તકૃપા સોસાયટી, વરેલી) તેમજ એક કિશોરને પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમજ લિસ્ટેડ બુટલેગર શંભુ શાંતિલાલ ઢીમ્મર (રહે., હરિપુરા), મિતેશ રામ યાદવ (રહે., વરેલી ગામ), કાલુ બકરી તેમજ આશિષ તિવારીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. ગાંધીનગરની ટીમે રેડ કરી એક લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતાં સ્થાનિક પોલીસમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો.