SURAT

સુરત : સોનીનો કારીગર જ 5 લાખનો સોનાનો હાર ચોરી ભાગી ગયો

સુરત: અંબાજી રોડના બંગાળી સોનીને ત્યાં કામ કરતા વેપારીના ત્યાં કામ કરતો કારીગર રૂપિયા પાંચ લાખની કિંમતનું સોનું લઇ જઇ ચોરી કરી છે. વેપારીના સાળાએ ઠગ કારીગરને પકડી લાવી પુછપરછ કરતા ચોરેલો હાર પાછો મેળવાનું કહેતા ઠગ પરત નહીં કરી ભાગી છુટ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ બંગાળના હુગલીના વતની અને હાલ લાલગેટ અમન પેલેસમાં રહેતા 43 વર્ષિય અહમદઅલી અનવરઅલી શેખ હાલ અંબાજી રોડ પર ધનલક્ષ્મી ચેમ્બર્સમાં દુકાન ભાડે રાખી દાગીના બનાવે છે. અહમદને કારીગરની જરૂર હોવાથી તેના મિત્ર સકીલભાઇને જાણ કરી હતી. જેથી સકીલભાઇએ હુગલીના જ વતની એવા સુલતાન અનવર મલિકને નોકરી ઉપર રાખ્યો હતો. ગત તારીખ 6 નવેમ્બર 2020ના રોજ બોટાદના ગ્રાહક સોની 108 ગ્રામનો સોનાનો હાર રજવાડી સ્ટાઇલમાં બનાવવાનો ઓર્ડર આપી ગયા હતા. જેથી અહમદઅલીએ તેના કારીગર સુલતાનને 125 ગ્રામ સોનું આપી હાર બનાવવાનું કહ્યું હતું.

પ્રતીકાત્મક ફોટો

ગત તારીખ 12 નવેમ્બરના રોજ સુલતાન દુકાને કામકાજ કરી રહ્યો હતો અને હાર પુરો બની જવાની તૈયારીમાં હતો. ત્યારે બપોરના બે વાગ્યે અહમદઅલી જમવા માટે બપોરે ઘરે ગયા બાદ ચાર વાગ્યે ફરી કારખાને પરત આવતા સુલતાન જોવા મળ્યો ન હતો. જેથી સુલતાન રૂપિયા 5 લાખની કિંમતનો સોનાનો હાર લઇને છુ થઇ ગયો હતો. સુલતાન નહીં મળતા અહમદઅલી દોડતો થઇ ગયો હતો. અહમદઅલી તુરંત જ તેના મૂળ વતન હુગલી પહોંચી ગયો હતો. અને સુલતાનના ગામે તેની માતાનો સંપર્ક કર્યો હતો. માતાએ પણ પુત્ર અહીંયા નહીં આવ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી અહમદઅલી સુરત આવ્યા બાદ માર્કેટમાં સુલતાનની શોધખોળ કરી હતી.

દરમિયાન અહમદઅલીનો સાળો બાદશાહ સુલતાનને પકડી લાવી અહમદઅલીના હવાલે કર્યો હતો. જે તે સમયે સુલતાને ચોરીની કબુલાત કરી હતી. ત્યારબાદ સુલતાને હાર પાછો આપવાનું કહી ફરી નાસી છુટ્યો હતો. અહમદઅલીએ અથવા પોલીસને કરતા પોલીસે ગઇકાલે ચોરીની ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top