SURAT

સુરતના ચાર યુવકો જીવના જોખમે રિલ્સ બનાવતા વિડીયો વાઇરલ

સુરત: સોશિયલ મીડિયામાં ((Social Media)) છવાઈ જવા માટે વધુ ચાર યુવકો જીવના જોખમે રિલ્સ (Reels) બનાવતા હોવાનો વિડીયો (Video) સામે આવ્યો છે. ઉધના વિસ્તારમાં આવેલી એક બિલ્ડીંગની પાળી પર ઉભા રહીને ચાર યુવકોએ રિલ્સ બનાવતા હોવાનો વીડિયો વાઈરલ હાલ સોસીયલ મિડીયામાં ખૂબ જ ચર્ચામાં છે.

જોખમી સ્ટન્ટ અને વીડિયો બનાવનારા સામે પોલીસે લાલ આંખ કરી કાર્યવાહી શરૂ કરી છે. છતાં જીવના જોખમે રિલ્સ બનાવવાના અભરખા વચ્ચે યુવકોની શાન ઠેકાણે આવતી નથી. સુરતના ઉધના વિસ્તારની બિલ્ડીંગની પાળી પર રિલ્સ બનાવતા યુવાનોનો વીડિયો વાઈરલ થયા બાદ પોલીસની ઊંઘ ખરાબ થઈ ગઈ છે. એટલુ જ નહીં પણ કડક કાર્યવાહી બાદ પણ આવા જોખમી સ્ટંટ કે રિલ્સ બનાવતા યુવકોમાં કોઈ ડર રહ્યો ન હોવાથી હવે લોકો પણ કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે. તાજેતરમાં વાઇરલ વીડિયોમાં દેખાતા યુવકો સામે પણ કાર્યવાહી થાય એવી માગ ઉઠી છે.

અગાઉ વેસુ વિસ્તારમાં મોલની પાળી પર ચડીને બે યુવકોએ જોખમી રીતે વીડિયો બન્યા હતાં. આ યુવકો સામે પોલીસે કાર્યવાહી કરી હતી. ત્યાર બાદ પણ જોખમી સ્ટન્ટ કરનારા સામે પણ પોલીસે કાયદાનો દંડ ઉગામ્યો હતો. ત્યારે વધુ એક વીડિયો વાઈરલ થતાં પોલીસ કાર્યવાહીની સાથે સાથે સામાજિક જાગૃતિ આવે તે પ્રકારે પગલાં લેવામાં આવે તે જરૂરી બન્યું હોવાનું લોકો કહી રહ્યાં છે.

સુરતમાં બ્રિજ પર જીવના જોખમે મોપેડ ચલાવતા સગીરનો વિડીયો વાઇરલ : વાલીઓ માટે ચેતવણી સમાન કિસ્સો
સુરત અમદાવાદ જેગુઆર અકસ્માત કેસની સાહિ સુકાઈ નથી ત્યાં વાલીઓ માટે સાવચેતી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં સગીર વયના બાળકો ત્રણ સવારી થઈ જોખમી રીતે મોપેડ ચલાવતા હોવાનો વિડીયો વાઇરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. જોકે બ્રિજ પર બેજવાબદારી રીતે મોપેડ ચલાવીને ભયનો માહોલ ઉભો કરનારા સગીરો અને તેના પિતાની વીડિયોના આધારે પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમા પણ સગીર વયની ઉંમરમાં બાળકો બેજવાબદારીથી મોપેડ ચલાવતા પિતાને પણ ગુનેગાર બનાવી દીધા છે. સોસીયલ મીડિયા પર વાઇરલ વીડિયો બાદ પોલીસે કાર્યવાહી કરી બીજા વાલીઓને સાવધાન રહેવા સૂચન કર્યું છે. રાંદેરના ચંદ્રશેખર આઝાદ બ્રિજનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. વાઈરલ વીડિયોમાં બ્રિજ પર જોખમી રીતે સગીર મોપેડ હંકારતો દેખાય છે. તેમજ અન્ય વાહન ચાલકોને જોખમ ઉભું થાય તે રીતે વાહન ચલાવતો હોવાનું સ્પષ્ટ કહી શકાય છે. રાંદેર પોલીસે મોપેડ માલિક ઝહીરુદ્દીન હફિઝુદ્દીન શેખ સહિત સગીરની ધરપકડ કરી મોપેડ પણ કબ્જે લીધું હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top