SURAT

સુરત SMC બેલદારનો અમરોલી તાપી બ્રિજ પર હંગામો: રેલિંગ પર ચડી જોરજોરથી બૂમાબૂમ

20 મિનિટ ટ્રાફિક જામ ,ઢોરડબ્બાની ગાડીમાંથી ઉતરી રોડ પર ઊભો રહ્યો; અગાઉ પણ ટ્રક નીચે સૂઈ જવાનો કર્યો હતો પ્રયાસ, કાયદેસરની કાર્યવાહી શરૂ

સુરત મહાનગર પાલિકા (SMC)ના માર્કેટ વિભાગમાં કાર્યરત એક બેલદારે અમરોલી બ્રિજ પર ફરજ દરમ્યાન ચોંકાવનારો હંગામો મચાવી, સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં ભય અને ગભરાટ ફેલાવી દીધો. ઘટનાના કારણે બ્રિજ પર આશરે 20 મિનિટ સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી.


મળતી માહિતી મુજબ, માર્કેટ વિભાગે સવારે તમામ બેલદારોને અલગ-અલગ વિસ્તારોમાં ફરજ સોંપી હતી. તે સમયે ઢોરડબ્બાની ગાડી અમરોલી તાપી બ્રિજ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે આ બેલદાર અચાનક ગાડીમાંથી ઉતરી ગયો અને રોડની વચ્ચે ઊભો રહી વાહનચાલકોને રોકવાનો પ્રયાસ કરવા લાગ્યો.આ પછી, તે અમરોલી તાપી બ્રિજની રેલિંગ પર ચડી ગયો અને જોર-જોરથી બૂમાબૂમ કરવા લાગ્યો. આશરે 20 મિનિટ સુધી આ દ્રશ્ય ચાલી રહ્યું હતું, ત્યારે આસપાસના લોકો ડરાવાનું સમજતા તેને બચાવવા દોડી ગયા.

લોકોના પ્રયત્નોથી બેલદારને અંતે રેલિંગ પરથી નીચે ઉતારીને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરાયો, ઉલ્લેખનીય છે કે, આ જ બેલદારે અગાઉ સરથાણા વિસ્તારમાં પણ નોકરી દરમિયાન હોબાળો મચાવ્યો હતો અને ટ્રકની નીચે સૂઈ જવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે તેને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડી મેડિકલ તપાસ કરાવવામાં આવી હતી.

યુનિયનના નેતાઓએ આ ઘટનાને માનવતાને શરમાવનારુ માન્યા છે અને જણાવ્યું છે કે બેલદારને રજા અને આરામ મળ્યા વગર આવી હરકત કરવી અસ્વીકાર્ય છે. યુનિયનમાં કહ્યું છે કે અધિકારીઓએ મેડિકલ રિપોર્ટ અને અન્ય દસ્તાવેજો હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન કરી.

SMCના ઉચ્ચ અધિકારીઓએ પણ ઘટનાની જાણકારી મેળવી છે અને બેલદાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાની તૈયારી શરૂ કરી છે. સુરતના નાગરિકો અને વાહનચાલકો માટે હવે બ્રિજ પર જાગૃત રહેવાની જરૂર છે, જ્યારે તંત્ર આ પ્રકારની અશાંતિના વિસ્ફોટને રોકવા માટે સક્રિય છે.

આ બનાવને લઈને સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે અને સોશિયલ મીડિયા પર વીડિયોની ચર્ચા ચાલી રહી છે, જે ડિજીટલ ન્યૂઝ પોર્ટલ પર વ્યાપક રીતે વાચકોના ધ્યાન ખેંચી રહી છે.

Most Popular

To Top