SURAT

સીટેક્ષ સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્સપોનું સફળતાપૂર્વક સમાપન

સુરત : સુરતમાં (Surat) શહેરમાં હાલ સીટેક્ષ (Sitex) દ્વારા ટેક્ષ્ટાઇલ (Textile) એક્સપોનું (Expo) આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્સપોમાં ટેક્ષ્ટાઇલને લગતી નવી ટેક્નોલોજીના (technology) કુલ 60 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. જેનું આજે સોમવારના રોજ સફળતાપૂર્વક સમાપન થયું હતું. સુરત ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર તથા સુરત ટેક્ષમેક ફેડરેશનના સંયુકત ઉપક્રમે તા. 8, 9 અને 10 જુલાઈના રોજ સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સીટેક્ષ સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે ચેમ્બર તથા સુરત ટેક્ષમેક ફેડરેશન દ્વારા યોજાયેલા આ પ્રદર્શનથી શહેરના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને એક નવી દિશા અને ગતિ ચોકકસ પણે મળશે. એડવાન્સ ટેક્ષ્ટાઇલ મશીનરીના ઉપયોગથી કવોલિટી પ્રોડકટનું ઉત્પાદન થશે અને તેને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં એક્ષ્પોર્ટ કરી શકાશે. તેમણે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ દેશના ઉદ્યોગકારોને 1 ટ્રિલિયન ડોલરના એક્ષ્પોર્ટનો લક્ષ્યાંક આપ્યો છે. ત્યારે ચેમ્બર ઓફ કોમર્સે કોન્હય ગ્લોબલ કનેકટ મિશન 84 અંતર્ગત સુરત સહિત સમગ્ર ગુજરાતમાંથી એક્ષ્પોર્ટ વધારી શકાય છે. જેના પ્રયાસ શરૂ કર્યા છે. જેમાં સીટેક્ષ એકઝીબીશન મહત્વની ભૂમિકા ભજવશે. તેમણે વધુ ક્હ્યું કે ટેક્ષ્ટાઇલ મશીનરીના આ પ્રદર્શનથી સમગ્ર કાપડ ઉદ્યોગનો વિકાસ થશે અને દેશના જીડીપી ગ્રોથમાં ગુજરાત રિજનમાંથી મહત્વનું યોગદાન આપી શકાશે.

એક્ઝિબિશનમાં અદ્યતન ટેક્ષ્ટાઇલ મશીનરીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું
સીટેક્ષ એક્ઝિબિશનમાં અદ્યતન ટેક્ષ્ટાઇલ મશીનરીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાંથી બાયર્સે આ પ્રદર્શનની મુલાકાતે આવ્યા હતા. જેમાં જેવા કે જમ્મુ, નવી દિલ્હી, ઈરોડ, ગુડગાંવ, ગ્વાલિયર, હૈદરાબાદ, ઈચ્છલકરંજી, ઈન્દોર, જલંધર, જેતપુર, જોધપુર, કાંચીપુરમ (તામિલનાડુ), રોહતક, ગુવાહાટી, લુધિયાણા, કેરલા, કર્ણાટકા, આંધ્ર પ્રદેશ, માલેગાંવ, મુંબઈ, મુઝફ્ફરપુર, અજમેર, અમેઠી, બેંગ્લોર, ભીલાડ, ભિવંડી, કોલ્હાપુર, વેરાવળ, બોઇસર, બુલઢાણા, ચેન્નાઇ, કોઇમ્બતુર, ઇરોડ, નોઇડા, પાલઘર, પાણીપત, રાયપુર, સાલેમ (તામિલનાડુ), તિરૂપુર, વારાણસી, વાઇધન (મધ્ય પ્રદેશ) અને વારંગલથી બાયર્સ આવ્યા હતા.

એક્ઝિબીટર્સ તરફથી સારા ફીડબેક મળ્યા હતા
એક્ઝિબીટર્સ તરફથી આ સીટેક્ષ એક્સપો સારા ફીડબેક મળ્યા હતાં. એક્ઝિબીટર્સે ખૂબ જ સારી રીતે અત્યાધુનિક મશીનરીઓને બાયર્સ સમક્ષ પ્રેઝન્ટ કરી હતી. આ એકઝીબીશનમાં ભાગલેનાર એકઝીબીટર્સને 80 ટકા નવા બાયર્સ પણ મળ્યાં હતાં. જો વાત કરીએ તો પહેલા દિવસે 6250 બાયર્સ, બીજા દિવસે 1047 અને આજે ત્રીજા દિવસે 4926 બાયર્સ અહીં આવ્યા હતા. એટલે કે કુલ 21,593 બાયર્સ આ એકઝીબીશનમાં ટેક્ષ્ટાઇલની વિવિધ મશીનરીઓ જોવા માટે આવ્યા હતા. જેને કારણે એક્ઝિબીટર્સને ટેક્ષ્ટાઇલ મશીનરી અને એન્સીલરી વિષે ઘણી સારી ઇન્કવાયરી જનરેટ થઈ હતી. અહીં ઉલ્લેખનીય છે કે સીટેક્ષ એક્ઝિબિશનમાં ટેક્સ્ટાઇલ મશીનરી, ટેક્ષ્ટાઇલ એન્સીલરી અને મશીનરીઓ, ટેક્ષ્ટાઇલ એન્જીનિયરીંગ, ટેકિનકલ ટેક્ષ્ટાઇલ સંબંધિત મશીનરી અને એસેસરીઝનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top