Dakshin Gujarat

કામરેજ : કન્ટેનરની કેબિનમા ચોરખાનું બનાવી લાખોનો દારૂ સંતાડી બુટલેગરો લાવ્યા પણ ફાવ્યા નહી…

પલસાણા: આગમી દીવશોમાં ન્યુયરની ઉજવણીને લઇ લોકોમાં થનગનાટ છે ત્યારે બુટલેગરો પણ ખુબ સક્રિય થઇ ગયા છે.નવી નવી તરકીબ અજમાવી દારૂની હેરાફેરીનો પ્રયાસ કરે છે. ત્યારે સુરત જિલ્લા (Surat District) એલસીબીને (LCB) મળેલી બાતમીના આધારે કામરેજ ટોલનાકા (Tolanaka) પાસે થઈ એક કન્ટેનરમાંથી (container) કેબિનમાં બનાવાયેલા ચોરખાનામાંથી 5.85 લાખનો દારૂનો જથ્થો ઝડપી લેવાયો હતો.બુટલેગરો વિશાળ કન્ટેનરમાં ચોર ખાનું બનાવી દારૂની ખેપ લઇ આવ્યા હતા.

એલ.સી.બી. શાખા સુરત જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી
એલ.સી.બી. શાખા સુરત જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે, કન્ટેનર નં.(GJ-04-AT-7736)નો ચાલક પોતાના કબજાના કન્ટેનરમાં કેબિનમાં ઉપરના ભાગે ગુપ્ત ચોરખાનું બનાવી ગોવા ખાતેથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ભરી મુંબઈથી અમદાવાદ જતા ને.હા. નં-૪૮ ઉપર થઈ રાજકોટ તરફ જનાર છે અને હાલમાં પલસાણા ચાર રસ્તા પાસ કર્યો છે તેવી બાતમીના આધારે એલ.સી.બી. શાખા પોલીસ કર્મચારીઓ દ્વારા કામરેજ ટોલનાકા પાસે વોચ ગોઠવાઈ હતી. જેવું કન્ટેનર આવ્યું કે તરત તેને ઊભું રાખી કન્ટેનરમાં તપાસ કરતાં કેબિનમાં ઉપરના ભાગે મોટું ગુપ્ત ચોરખાનું બનાવી સંતાડાયેલો વિદેશી દારૂ કિં.5,85,700નો જથ્થો મળી આવ્યો હતો.

કન્ટેનર સાથે કુલ 26 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો
પોલીસે કન્ટેનર ચાલક ચંદુભાઈ કરસનભાઈ કડછી (ઉં.વ.65) (રહે.,રાજકોટ શહેર) તથા ક્લીનર ધવલભાઈ દિલીપભાઈ લકુમ (ઉં.વ.31) (રહે.,રાજકોટ)ની અટક કરી પૂછપરછ કરતાં સંજય નામના માણસે ગોવાથી આ માલ ભરી આપ્યો હોવાનું કહેતાં તેને વોન્ટેડ જાહેર કરી કન્ટેનર સાથે કુલ 26 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

કામરેજ પોલીસે ખડસદમાં ઘાસચારામાંથી દારૂ પકડ્યો
કામરેજ: સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કામરેજના કઠોદરા ગામના બુટલગેર દિવ્યેશ ઉર્ફે દેવો જયંતીભાઈ ઈડરિયાએ કઠોદરાથી ગઢપુર જતા રોડ પર ખડસદ ગામની હદમાં સરવે નં.16માં વિદેશી દારૂનો જથ્થો સગવડે કરી રહ્યો હોવાની બાતમીના આધારે રેડ કરી હતી. બે મોપેડ લઈને ઊભેલા ઈસમ પોલીસને જોઈ નાસી છૂટ્યા હતા. દારૂ લેવા આવેલા બે ઈસમ પરેશ ચંદુ સાલવી (ઉં.વ.25) રહે.,મકાન નંબર 40, મોમાઈનગર, પૂણાગામ, જયસુખ ધીરૂભાઈ પરમાર (ઉં.વ.29) રહે.,કુબેરનગર પોપડા,વરાછાને પકડી પૂછપરછ કરતાં દિવ્યેશ ઉર્ફે દેવાનો હોવાનું જણાવ્યું હતું. પોલીસે રૂ.35,800નો દારૂ, મોબાઈલ, બે મોપેડ મળી કુલ રૂ.77,800નો મુદ્દામાલ પકડી પાડ્યો હતો.

Most Popular

To Top