સુરત (Surat) મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ (Schmeier Hospital) જાણે કે ચોરોના (Thief) હવાલે કરી દેવામાં આવી હોય તેમ એક જ દિવસમાં ઠગાઇની બે અલગ અલગ ઘટના બની હતી. જેમાં એક ઘટનામાં તો બિહારથી (Bihar) સારવાર માટે આવેલા બાળકના (Children) પિતાનો મોબાઇલ (Mobile) તેમજ સર્જરી માટે રૂા. 2100 લઇ અજાણ્યો ફરાર થઇ ગયો હતો. આ યુવકે સાહેબ મોબાઇલમાં સિટીસ્કેનનો રિપોર્ટ (Cityscan report) જોવા માંગે છે તેમજ સર્જરીના (Surgery) રૂપિયા થશે તેમ કહીને ઠગાઇ કરી જતો રહ્યો હતો. જ્યારે બીજા બનાવમાં ગાયનેક વોર્ડમાંથી પણ મોબાઇલની ચોરી થઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મૂળ બિહારના (Bihar) વતની રામનાથના (Ramnath) પુત્ર અદિત પંડિતને (Adit Pandit) નાકની બિમારી થઇ હતી. જેથી સારવાર કરાવ્યા બાદ બિહારમાં જ સિટીસ્કેનનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. રામનાથે પુત્ર અદિતને આગળની સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. અહીં સારવાર બાદ અદિતને વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. રામનાથભાઇ પુત્રનો સિટીસ્કેનનો રિપોર્ટ બિહારમાં જ ભુલી આવ્યા હતા. રામનાથભાઇએ બિહારથી વોટ્સએપ (Whatsapp) મારફતે સિટીસ્કેનનો રિપોર્ટ મંગાવ્યો હતો. રામનાથભાઇ તેમના પુત્ર પાસે વોર્ડમાં બેઠા હતા ત્યારે જ એક યુવકે જોરથી બુમો પાડી રામનાથભાઇની પાસે આવ્યો અને તેઓને કહ્યું કે, સાહેબ તમારા પુત્રનો મોબાઇલમાં રિપોર્ટ જોવા માંગે છે અને સર્જરી માટે રૂા. 14500 જેટલો ખર્ચો થશે. રામનાથભાઇ ચિંતામાં પડ્યા અને તેઓએ પોતાની પાસે માત્ર 2100 રૂપિયા હોવાનું કહ્યું હતું. અજાણ્યા ઠગ યુવકે રામનાથભાઇની પાસેથી મોબાઇલ તેમજ રૂપિયા લઇને ગયા બાદ પરત આવ્યો ન હતો. આ મુદ્દે સ્મીમેરના આરએમઓને ફરિયાદ કરવામાં આવી હતી.
જ્યારે બીજા બનાવમાં માનદરવાજા (Mandarwaja) રેલ રાહત કોલોનીમાં રહેતા રૂકસાનાબહેનની (Ruksana) ડિલીવરી સ્મીમેર હોસ્પિટલમાં થઇ હતી. ડિલીવરી બાદ તેઓને પેટમાં વધારે દુ:ખાવો (Stomach Pain) થતા હોસ્પિટલમાં જ સારવાર લેવામાં આવી હતી. આજે સવારે રૂકસાના પોતાના બેડ ઉપર સૂતા હતા અને મોબાઇલ ફોન પણ બાજુમાં જ મુક્યો હતો. દરમિયાન કોઇ અજાણ્યાએ તેમની પાસે આવીને નજર ચૂકવ્યા બાદ મોબાઇલ ચોરીને ફરાર થઇ ગયો હતો. આ મુદ્દે પણ સ્મીમેરના આરએમઓને જાણ કરીને ફરિયાદ (Complaint) કરાઇ હતી.