SURAT

પર્યાવરણની જાળવણી માટે જિલ્લા પંચાયતના નવા ભવનમાં સોલાર રૂફ ટોપ ફીટ કરાશે

સુરત: સુરત (Surat) જિલ્લા પંચાયતમાં સામાન્ય સભા મળી હતી. જેમાં વેસુ (Vesu) ખાતા બનતા જિલ્લા પંચાયતના નવા ભવનમાં પર્યાવરણની જાળવણી માટે સોલાર રૂફ ટોપ (Roof Top) ફીટ કરવાનો નિર્ણય કરાયો છે.

ચોકબજાર સ્થિત જિલ્લા પંચાયત ભવનમાં સામાન્ય સભાના પ્રારંભમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાના નિધન અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલના અવસાનના પગલે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. બાદમાં અધ્યક્ષસ્થાનેથી આઠ કામ રજૂ કરવામાં આવ્યા હતા. તમામ કામને મંજૂર કરવામાં આવ્યા હતા. જે કામો મંજૂર કરવામાં આવ્યા તેમાં વેસુ ખાતે બનતા ગ્રાઉન્ડ પ્લસ પાંચ માળના બિલ્ડિંગમાં સોલાર રૂફ ટોપ ફીટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. વેસુ ખાતેનું ભવન મે મહિના સુધીમાં તૈયાર થઈ જશે. જેમાં ચેરમેન અને અધિકારીઓની અલગ ઓફિસ હશે. ઉપરાંત કેન્ટીન માટે પણ જગ્યા ફાળવાઇ છે.

આગામી દિવસોમાં બજેટ રજૂ થનાર હોવાથી તેની તૈયારી કરવા પણ તમામને સૂચના આપી હતી. જિલ્લા પંચાયતે ખેડૂતો વિદ્યાર્થીઓના લાભ માટે યોજનાઓ શરૂ કરી છે. આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા માટે આપવામાં આવતી પરીક્ષા માટે 35,000 ફી સબસિડી પેટે આપવાનું નક્કી કરાયું છે. શેરડી પકવતા ખેડૂતો માટે સીગલ આઇ બર્ડ રોપા પર સબસિડી આપવાનું નક્કી કરાયું છે જેમાં ખેડૂતોને હેકટર દીઠ રૂ. 15 હજાર આપવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે ખેડૂતો જ્યારે શેરડીનું રોપણ કરે છે ત્યારે એક વિંઘામાં ૩ ટન શેરડી ઉપયોગમાં લેવાઈ છે. જ્યારે આ રોપા એક વીંઘામાં 700 કિલો જ વાપરશે. આથી ખેડૂતોને ફાયદો થશે. આ યોજના રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાઇ તે માટે પણ રજૂઆત કરાઈ છે.

Most Popular

To Top