SURAT

સુરત: ક્રિકેટ રમી પરત ફરતા બે વિદ્યાર્થીઓની બાઇક સ્લીપ થતા ગંભીર રીતે ઘવાયા

સુરત: શાળામાં ક્રિકેટ ટુર્નામેટ (Cricket Tournament) રમી પરત ફરી રહેલા બે વિદ્યાર્થીઓને રસ્તામાં કાળ ભેટ્યો હતો. બંન્ને શાળામાંથી ઘરે (Home) પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ટેમ્પોને (Tempo) ઓવરટેક (Overtake) કરવા જતા બાઇક સવાર આ મિત્રોની બાઇક સ્લીપ (Slip) થઇ ગઇ હતી. તેમજ 108ની મદદથી બંન્નેને સારવાર અર્થે સિવિલ (Civil Hospital Surat) ખસેડાયા હતાં. જ્યાં પ્રાથમિક સારવાર બાદ ફરજ પરના તબીબોએ (Doctor) બંન્નેની હાલત ગંભીર હોવાનું જણાવ્યું હતું.

મળતી માહિતી મુજબ આજે ગુરુવારે શાળામાં ક્રિકેટ મેચ ટુર્નામેન્ટ રમીને બે મિત્રો ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે પાંડેસરા બમરોલી રોડ ઉપર ટેમ્પોને ઓવર ટેક કરવા જતા બે બાઇક સવાર વિદ્યાર્થીઓ ટુ વ્હીલર ગાડી ઉપર સ્લીપ થઇ ગયા હતાં. પરિણામે 108ની મદદથી બન્નેને તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડાયા હતા. જ્યાં પ્રાથમિક સારવારમાં બન્નેની હાલત ગંભીર હોવાનું સામે આવ્યુ હતું. સમગ્ર મામલે હાલ તપાસ ચાલી રહી છે. બંન્ને મિત્રો પૈકી રુદ્ધની હાલત વધુ લથડતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડ્યો હતો.

રુદ્ધ સુનિલભાઈ યાદવના પરિવારજનોએ જણાવ્યું હતું કે તેઓ પાંડેસરા હાઉસીંગમાં રહે છે. તેમજ મૂળ યુપીના રહેવાસી છે. રુદ્ધ પરિવારનો એકનો એક દીકરો છે. તેમજ તેની બે બહેનો છે. ધોરણ-10માં અભ્યાસ કરતો રુદ્ધ આજે મિત્ર સાથે ક્રિકેટ રમી પરત ફરી રહ્યો હતો. તેમજ ટેમ્પોને ઓવરટેક કરવા જતા અકસ્માતમાં ઘવાયો હતો. રુદ્ધના પિતા વ્યવસાયે વોચમેન છે. તેમજ ઘટનાની જાણ થતાં જ પરિવારના સભ્યો સિવિલ દોડી આવ્યા હતા.

હાલ રુદ્ધને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. રુદ્ધને માથાના ભાગે મૂઢ માર વાગ્યો હતો તેમજ ગંભીર ઇજા થતાં કાનમાંથી લોહી નીકળી રહ્યું હતું. સાથે જ મોઢા ઉપર પણ ગંભીર ઇજાઓ થઈ હતી. પ્રથમિક તપાસ બાદ ફરજ પરના તબીબોએ રુદ્રની હાલત ગંભીર હોવાનું જણાવ્યું હતું.

જ્યારે બીજા બાઇક સવાર 17 વર્ષીય હર્ષ રાજુભાઇ ગૌણના પરિવારજનોએ જણાવ્યું હતું કે હર્ષ પણ ધોરણ-10નો વિદ્યાર્થી છે. તેમજ તેઓ યુપી ગોરખપુરના રહેવાસી છે. હર્ષને પરિવારમાં એક નાનો ભાઈ છે. તેમજ તેના પિતા વ્યવસાયે કલર કોન્ટ્રાક્ટર છે. બંન્ને વિદ્યાર્થી મિત્રો BG મિશ્રા શાળાના વિદ્યાર્થી છે. અકસ્માતના સાક્ષી રૂપ કેટલાક લોકોએ જણાવ્યું હતું કે ઓવર ટેક કરવા જતાં બાઇક સ્લીપ થઇ ગઈ હતી. હાલ હર્ષની તબિયત સાધારણ છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top