SURAT

રીલ્સ બનાવનાર સુરતના આ યુવકને જોઈને લોકોના જીવ અધ્ધર થયાં

સુરત: રીલ (Reel) બનાવવા માટે આજની પેઢીના યુવક-યુવતી ભલ ભલા ગતકડાં કરતાં હોય છે. આવો જ એક કિસ્સો સુરતના (Surat) પાંડેસરા વિસ્તારમાં જોવા મળ્યો છે. ઓવર બ્રિજની પાળી પર એક યુવકે ચાલીને પોતાનો જીવ જોખમમાં મૂક્યો હોવાનો વિડીયો (Video) વાઇરલ થયો છે. યુવકને પાળી પર ચાલતાં જોઈને નીચે ઉભેલા લોકોના જીવ પણ અધ્ધર થઈ ગયાં હતાં. સોશિયલ મીડિયા પર માત્ર થોડી લાઈકસ (Likes) મેળવવા માટે અને રાતો રાત ફેમસ થવાના સપનાના કારણે યુવક યુવતીઓ પોતાનાની જાનને પણ ખતરામાં મૂકી રહી છે. પોલીસની (Police) સૂચના હોવા છતાં પણ યુવક યુવતીઓ પોતાના પરિવારજનોનું વિચાર્યા વગર આવી હરકતો કરી રહ્યાં છે.

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે રિલ્સ બનાવવાનું હાલ યુવાનોમાં ઘેલું લાગ્યું છે. ત્યારે હવે આ વાયરલ વીડિયોમાં યુવાન બ્રિજની પાળી પર ચઢી રિલ્સ બનાવી રહ્યો હોવાનું સ્પષ્ટ દેખાય રહ્યું છે. જીવના જોખમે રિલ્સ બનાવતા યુવાનનો વીડિયો રાહદારીએ મોબાઈલમાં કંડાર્યો હોવાનું કહેવાય રહ્યું છે. વાઇરલ વિડીયો ઢળતી સાંજના સમયનો અને પાંડેસરા પિયુષ પોઇન્ટના ફ્લાયઓવર બ્રિજનો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. વાઇરલ વીડિયો સામે આવ્યા બાદ પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે 23 સેકેન્ડનો આ વાઇરલ વિડીયો બાદ પરિવારે ચિંતા વ્યક્ત કરવા જેવી બાબત છે. બાળકો કઈ દિશામાં જઈ રહ્યા હોવાનું સ્પષ્ટ દેખાય રહ્યું છે. આવી રીતે રીલ બનાવવાની લ્હાયમાં અકસ્માત પણ થઈ શકે છે. હાલ વરસાદનો માહોલ છે બ્રિજની પાળીઓ ભીની હોય છે. પગ સ્લીપ ખાય ગયા બાદ સેકેન્ડનો ખેલ હંમેશા માટે રડવાનો વારો બનાવી શકે છે. પરિવાર માટે સાવચેતી સમાન કિસ્સો કહી શકાય છે. જણાવી દઈએ કે છેલ્લાં થોડાં દિવસોમાં રિલ્સના કારણે જાનમાં મૂકતા હોય તેવા યુવક યુવતીઓનાં ઘણાં કિસ્સાઓ સામે આવ્યાં છે.

Most Popular

To Top