National

સુરતના મોટા વરાછામાંથી ડુપ્લિકેટ સર્ફ એક્ષેલ વોશીંગ પાઉડરનું ગોડાઉન ઝડપાયું

સુરત: મોટા વરાછા (Mota Varacha) ખાતે સાંઈ મિલન રેસીડેન્સીના એક મકાનમાંથી હિન્દુસ્તાન યુનિલિવર લીમીટેડ કંપીનીની બ્રાન્ડના ડુપ્લિકેટ (Duplicate) સર્ફ ઍક્ષેલ પાઉડરનુ (Surf Axel Powder) ગોડાઉન મળી આવ્યું હતું. આરોપીઓએ વરાછા સાંઈ મિલન રેસીડેન્સીમાં ગોડાઉન રાખ્યું હોવાની વાત મળતા પોલીસ સાથે મળી રેડ પાડી હતી. પોલીસે (Police) ત્રણ આરોપીઓ સામે કોપીરાઈટ અને ઠગાઈનો ગુનો દાખલ કરી ડુપ્લીકેટ પાઉડર 72 હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો.

અમદાવાદ ખાતે રાણીપ ગાયત્રી બસ સ્ટોપ પાસે સાનીધ્ય એપાર્ટમેન્ટમાં રહેતા 45 વર્ષીય નિતીનકુમાર ભીખાભાઇ પટેલ મુળ મહેસાણાના વતની છે. તેમના દ્વારા અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નિતીનકુમાર ચેક આઈ.પી, સોલ્યુશન પ્રા.લી કંપનીમાં સિનિયર ઈન્વેસ્ટીગેશન ઓફિસર તરીકે નોકરી કરે છે. કંપનીની ઓફિસ હરિયાણા ગુરગાવ વાટીકા ઈન્ડીયા નેક્ષ્ટ ખાતે આવેલી છે. ગત 7 એપ્રિલે મોટા વરાછા ભક્તિનંદન ચાર રસ્તાની બાજુમાં હરિક્રિષ્ન કોમ્પ્લેક્ષમાં આવેલા પાનના ગલ્લાના સામે ઓટલા પરથી હિન્દુસ્તાન યુનિલિવર કંપનીની બ્રાન્ડના સર્ફ ઍક્ષેલ પાઉડરના 70 નંગ બોક્સ બિનવારસી હાલતમાં મળ્યા હતા. બોક્ષમાં કુલ 72,800 રૂપિયાનો મુદ્દામાલ હતો. તપાસ કરતા ડુપ્લિકેટ પાઉડર હોવાનું સામે આવ્યું હતું. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, સાહીલ ઘેલા રામાણી (રહે, સરીતા દર્શન સોસાયટી ચીકુવાડી નાના વરાછા), સાંકેત રમેશ તળાવીયા (રહે, રાજસૈલી રેસીડેન્સી, મોટા વરાછા) અને મિતુલ મનસુખ ભીચરા (રહે, રાજશૌલી રેસીડેન્સી મોટા વરાછા) ડુપ્લીકેટ સર્ફ ઍક્ષેલ પાઉડર ભરી ગ્રાહકોને વેચાણ કરે છે. તેઓ હિન્દુસ્તાન યુનિલિવર કંપનીના બ્રાન્ડનો સર્ફ ઍક્ષેલ પાઉ઼ડર ટ્રેડ માર્કે દુર ઉપયોગ કરતા હતા. આરોપીઓએ વરાછા સાંઈ મિલન રેસીડેન્સીમાં ગોડાઉન રાખ્યું હોવાનું બહાર આવતા પોલીસ સાથે મળી રેડ પાડી હતી. અમરોલી પોલીસે ત્રણેય આરોપીઓની સામે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી હતી.

 વિદ્યાર્થી ભણીને વકીલ બની ગયો અને વીર નર્મદ યુનિ.ને છ વર્ષે ખબર પડી કે માર્કશીટ બોગસ છે
સુરત : રાજસ્થાનની (Rajasthan) શ્રીધર યુનિવર્સિટીના (University) નામની બીએની (BA) બોગસ માર્કશીટ (Marksheet) મેળવીને તેના આધારે વિદ્યાર્થીએ (Student) નવસારીની (Navsari) લો કોલેજમાં એડમિશન (Admission) લઈને એલએલબી પુર્ણ કરીને વકીલ બની ગયો છે. વીર નર્મદ યુનિવર્સિટીએ રાજસ્થાનની શ્રીધર યુનિવર્સિટીમાં વેરિફાઈ કરાવતા 6 વર્ષે ખબર પડી કે ડીગ્રી બોગસ છે. હવે સિન્ડીકેટે આ બાબતે ફોજદારી ગુનો દાખલ કરવા માટે ભલામણ કરી છે.

યુનિવર્સિટીના સૂત્રોના જણાવ્યા અનુસાર રજની નારણ હરખાણી નામના વિદ્યાર્થીએ 2015-16માં નવસારીની ડી.ડી.લો કોલેજમાં એડમીશન લીધું હતું. તે માટે તેને રાજસ્થાનની શ્રીધર યુનિવર્સિટીની બીએ માર્કશીટ રજૂ કરી હતી. તેના આધારે રજનીને એડમીશન મળી ગયું અને તેને એલએલબીનો અભ્યાસ પુર્ણ કરીને વકીલ પણ બની ગયો. હવે 6 વર્ષે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ રાજસ્થાનની શ્રીધર યુનિવર્સિટીમાં રજની હરખાણીની ડિગ્રી ઓરીજનલ છે કે બોગસ છે તેનું વેરિફિકેશન કરાવતા શ્રીધર યુનિવર્સિટિએ રિપોર્ટ કર્યો કે રજનીની બીએની ડિગ્રી બોગસ છે. ત્યાર બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટના 31 ડિસેમ્બર 2021ના ઠરાવ ક્રમાંક 116 મુજબ અન્ય યુનિવર્સિટીની ખોટી માર્કશીટ રજૂ કરીને તેના આધારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં મેળવેલો પ્રવેશ ગેરકાયદેસર ગણીને તેના આધારે મેળવેલ માર્કશીટ અને ડીગ્રી તાત્કાલિક અસરથી રદ્દ કરીને આ બાબતે ફોજદારી ગુનો દાખલ કરવાની ભલામણ કરી છે.

Most Popular

To Top