સુરત(Surat): ડિંડોલીમાં (Dindoli) મશીન ઓપરેટરનું (Machine operator) કામ કરતા આધેડને વીમા પોલિસી (Police) પાકી હોવાનું કહીને અલગ અલગ ચાર્જના (Charge) નામે રૂા. 1.65 લાખ પડાવી લેવામાં આવ્યા હતા. જે અંગે ડિંડોલી પોલીસે (Police) ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ડિંડોલી ફાયર સ્ટેસનની બાજુમાં તિરૂપતિ રો હાઉસમાં રહેતા વિલાસભાઈ ઓમકારભાઈ પટેલ પાંડેસરામાં કલરટેક્ષ મીલમાં મશીન ઓપરેટર તરીકે નોકરી કરે છે. તેમણે બે વર્ષ પહેલા જીવન સુરક્ષાનો વીમો ખરીદ્યો હતો. વીમાની રકમ નહીં ભરતા તે બંધ થઇ ગયો હતો. બે દિવસ પહેલા વિલાસભાઇ ઉપર અજાણ્યાનો ફોન આવ્યો હતો અને કહ્યું કે, તમારી વીમા પોલિસીનો સમય પૂરો થયો છે, તમને રૂા. 16.50 લાખનો વીમો પાક્યો છે. તમે આ રકમ ઉપાડવા માંગો છો..? વિલાસભાઇએ અજાણ્યાની વાતમાં આવી જઇને વીમા પોલીસની રકમ ઉપાડવા માટે કહ્યું હતું. આ માટે અજાણ્યાએ અલગ અલગ ચાર્જ ભરવાનું કહીને પ્રોસેસિંગ ફીના રૂા. 37 હજાર ઉપરાંત અન્ય સર્વિસ ચાર્જ, ઇન્કમટેક્સ બેંકની લિમિટ સહિતની વાતો કરીન રૂા. 1.65 લાખ પડાવી લેવાયા હતા. આખરે વિલાસભાઇને પોતાની સાથે ઠગાઇ થઇ હોવાનું ધ્યાન ઉપર આવતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે અજાણ્યાની સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
હદ થઈ મોબાઈલ આપવાની ના પાડી અને ટેમ્પો ચાલકના પેટમાં ચપ્પુના ઘા ઝીંકી દેવાયા
સુરત : પુણામાં ટેમ્પો ચાલકની સાથે મોબાઇલના મુદ્દે ઝઘડો થતાં ત્રણ યુવકોએ ટેમ્પો ચાલકને ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીંકી દીધા હતાં. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ પુણા કુંભારિયાથી કડોદરા રોડ પર આવેલ સારોલીગામમાં ન્યુ સારોલીનગરમાં રહેતો સુનીલકુમાર વીરવાલ જૈન પાણીનો ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. સુનીલ સારોલી નેચરવેલીની નજીક ઊભો હતો ત્યારે તેની પાસે ત્રણ ઇસમો આવ્યા હતા. આ ત્રણેય ઇસમોએ મોબાઇલ માંગ્યો હતો, પરંતુ સુનીલે મોબાઇલ આપવાની ના પાડતા ત્રણેય ઉશ્કેરાયા હતા અને સુનીલની ઉપર ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીંકી દીધા હતા. ઇજાગ્રસ્ત હાલતમાં સુનીલકુમારને તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.