SURAT

સુરતમાં ટ્રાફિક પોલીસની બેફામ પઠાણી ઉઘરાણીનો વિડીયો વાયરલ, 3000ની જગ્યાએ 500 લેનાર ‘દાદા’ સસ્પેન્ડ

સુરત : સુરતમાં (Surat) ટ્રાફિક પોલીસની (Traffic Police) બેફામ પઠાણી ઉઘરાણીનો વિડીયો (Video) વાયરલ થયો હતો. વાયરલ વિડીયોમાં પોલીસ (Police) કર્મી યુવતી પાસેથી 3300 રૂપિયાના દંડના બદલે 500 રૂપિયા માંગતા જોવા મળે છે. અંતે કીચકીચ કરીને યુવતી પાસેથી 500 રૂપિયા લઈને પછી જવા દે છે. આ વિડીયોમાં દેખાતા પોલીસ કોન્સ્ટેબલ લાલજીભાઈ બલુભાઈ ગામિતને સસ્પેન્ડ કરાયા હતા.

શહેરમાં ટ્રાફિક પોલીસની બેફામ ઉઘરાણીનો વિડીયો વાયરલ થતા ફરી એક વખત ટ્રાફિક પોલીસની કહેવાતી ઇમાનદારી પર ડાઘ લાગ્યો છે. સચિન GIDC બ્રિજ પાસેનો વિડીઓ વાઈરલ થયો છે. જેમાં દેખાતા પોલીસ કોન્સ્ટેબલે એક યુવતીને પકડી તેની પાસેથી 3300 રૂપિયાના દંડની રસીદ બનાવવાનું કહ્યું હતું. યુવતી આટલો દંડ સાંભળી ગભરાઈ ગઈ અને પોતાની પાસે 300 રૂપિયા જ હોવાનું કહે છે. પરંતુ પોલીસ દાદાને તો 500 રૂપિયા જ જોઈએ છે. યુવતી દાદાને ‘સર મારી પાસે 300 રૂપિયા જ છે આટલા લઈ લોને પ્લીઝ’ કહીને આજીજી કરી હતી. પરંતુ દાદા નહીં માનતા યુવતીએ ‘દાદા અમારા બાપા પૈસાવાલા નથી, 300 રૂપિયા લઈ લો, થોડી દયા કરો’ તેમ કહેતા દાદાએ ‘દંડના આટલા રૂપિયા થાય તેની જગ્યાએ 500 લઈ દયા જ કરૂ છુ. તમારા પર દયા કરાય જ નહી’ તેમ કહ્યું હતું. આ વિડીયો વાયરલ થયા બાદ આજરોજ પોલીસ કોન્સ્ટેબલ લાલજીભાઈને સસ્પેન્ડ કરાયા હતા.

નેત્રંગમાં પોલીસે ચોરેલી બાઇક સાથે ચોરને ઝડપી પાડ્યો
નેત્રંગ: નેત્રંગ પોલીસે બાઇક ચોરને બાઇક સાથે સેવાસદનના ગેટ બહારથી ઝડપી પાડી જેલમાં ધકેલી દેતાં નગર સહિત પંથકમાં બાઇક ચોરીની ફિરાકમાં ફરતા ચોરોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. નેત્રંગ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.જી.પાંચાણીને માહિતી મળી હતી કે, એક અજાણ્યો ઈસમ બાઇક ચોરી કરવાની ફિરાકમાં છે. અલગ અલગ બાઇકો ઉપર બેસી પોતાની પાસે રાખેલી ચાવી દ્વારા બાઇક ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે. જે અનુસંધાને નેત્રંગ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા જરૂરી વોચ ગોઠવવામાં આવી હતી. એ દરમિયાન આ ઇસમ યુનિકોન મોટરસાઇકલ નં.(જીજે ૧૬ બીએચ ૬૮૨૫)ની પાસે જઇ મોટરસાઇકલ ઉપર બેસી ગયો હતો અને બાઇક ચાલુ કરી મોટરસાઇકલ લઇ નાસી જતાં મામલતદાર કચેરીના ગેટની બહાર ઝડપી પાડેલ વધુ તપાસ કરતાં તેણે પોતાનું નામ ઠાકોર કાલુ વસાવા હોવાનું જણાવ્યું છે. જેને જેલહવાલે કરી વધુ તપાસ માટે કોર્ટમાં રિમાન્ડની માંગણી કરી અન્ય બાઇક ચોરીના ભેદ ઉકેલાશે તેમ પ્રજામાં ચર્ચાઇ રહ્યું છે.

Most Popular

To Top