સુરત : રાજસ્થાનની (Rajasthan) શ્રીધર યુનિવર્સિટીના (University) નામની બીએની (BA) બોગસ માર્કશીટ (Marksheet) મેળવીને તેના આધારે વિદ્યાર્થીએ (Student) નવસારીની (Navsari) લો કોલેજમાં એડમિશન (Admission) લઈને એલએલબી પુર્ણ કરીને વકીલ બની ગયો છે. વીર નર્મદ યુનિવર્સિટીએ રાજસ્થાનની શ્રીધર યુનિવર્સિટીમાં વેરિફાઈ કરાવતા 6 વર્ષે ખબર પડી કે ડીગ્રી બોગસ છે. હવે સિન્ડીકેટે આ બાબતે ફોજદારી ગુનો દાખલ કરવા માટે ભલામણ કરી છે.
- સિન્ડીકેટે વિદ્યાર્થીની ડિગ્રી રદ કરી ફોજદારી ગુનો દાખલ કરવા ભલામણ કરી
- રાજસ્થાનની શ્રીધર યુનિવર્સિટીના નામની બીએની બોગસ માર્કશીટ મેળવી વિદ્યાર્થી નવસારીની લો કોલેજમાં ભણ્યો
યુનિવર્સિટીના સૂત્રોના જણાવ્યા અનુસાર રજની નારણ હરખાણી નામના વિદ્યાર્થીએ 2015-16માં નવસારીની ડી.ડી.લો કોલેજમાં એડમીશન લીધું હતું. તે માટે તેને રાજસ્થાનની શ્રીધર યુનિવર્સિટીની બીએ માર્કશીટ રજૂ કરી હતી. તેના આધારે રજનીને એડમીશન મળી ગયું અને તેને એલએલબીનો અભ્યાસ પુર્ણ કરીને વકીલ પણ બની ગયો. હવે 6 વર્ષે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ રાજસ્થાનની શ્રીધર યુનિવર્સિટીમાં રજની હરખાણીની ડિગ્રી ઓરીજનલ છે કે બોગસ છે તેનું વેરિફિકેશન કરાવતા શ્રીધર યુનિવર્સિટિએ રિપોર્ટ કર્યો કે રજનીની બીએની ડિગ્રી બોગસ છે. ત્યાર બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટના 31 ડિસેમ્બર 2021ના ઠરાવ ક્રમાંક 116 મુજબ અન્ય યુનિવર્સિટીની ખોટી માર્કશીટ રજૂ કરીને તેના આધારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં મેળવેલો પ્રવેશ ગેરકાયદેસર ગણીને તેના આધારે મેળવેલ માર્કશીટ અને ડીગ્રી તાત્કાલિક અસરથી રદ્દ કરીને આ બાબતે ફોજદારી ગુનો દાખલ કરવાની ભલામણ કરી છે.
રાત્રીના સમયે ઇલેક્ટ્રિક ગાડીની ડિકી ખોલીને રૂા.20 હજારની ચોરી
સુરત : સરથાણામાં રહેતા એક યુવકના ઇલેક્ટ્રિક સ્કૂટરમાંથી અજાણ્યો રૂા.20 હજારની ચોરી કરી ફરાર થઇ ગયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મુળ અમરેલી જિલ્લાના વતની અને સુરતમાં વરાછા હીરાબાગ પાસે અક્ષર કોમ્પલેક્ષમાં રહેતા હરેશ બાબુભાઇ ધાનાણી વરાછા યોગીચોક પાસે એક પ્રાઇવેટ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફમાં નોકરી કરે છે. તેઓએ તા. 11મીની રાત્રીએ હોસ્પિટલ પાર્કિંગમાં ઇલેક્ટ્રિક સ્કૂટર પાર્ક કર્યું હતું અને તેમાં પોતાની પાસેના 20 હજાર રોકડા મુક્યા હતા. બીજા દિવસે સવારે ખુબ જ વરસાદ આવતો હોવાથી હરેશ પોતાના મિત્રની ફોરવ્હીલરમાં ઘરે ગયો હતો. સાંજના સમયે તે નોકરીએ આવ્યો ત્યારે ડીકી ખોલીને જોયુ તો તેમાં રોકડા રૂા.20 હજાર હતા નહીં. આ બનાવ અંગે હરેશે હોસ્પિટલ સ્ટાફને વાત કરીને સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક યુવક ડીકી ખોલીને તેમાંથી રૂપિયા ચોરતો નજરે પડ્યો હતો. બનાવ અંગે સરથાણા પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.