સુરત : ફિલ્મી (Film) દુનિયાની ઝાકમઝોળથી કોઇપણ વ્યક્તિ અંજાઇ જાય તે સ્વાભાવિક છે. આવી જ એક ઘટના બિહારની (Bihar) યુવતી સાથે બની હતી. આ યુવતી ડોક્ટર (Doctor) બનવાની ઇચ્છા રાખતી હતી પરંતુ ફિલ્મજગતની લાલચમાં આવીને આ યુવતી ફિલ્મમાં (Film) કામ કરવા માટે છેક સુરત (Surat) આવી પહોંચી હતી. સુરત રેલવે સ્ટેશને (Railway Station) યુવતી પાસે ટિકીટ (Ticket) નહીં હોવાથી ટીસીએ (TC) ઉતારી દઈ પોલીસને (Police) આ અંગેની જાણ કરી હતી.
- યુવતી ડોકટર બનવાની ઈચ્છા ધરાવતી હતી પરંતુ ફિલ્મી દુનિયાની ઝાકમઝોળથી અંજાઈ ગઈ હતી
- સુરત રેલવે સ્ટેશને યુવતી પાસે ટિકીટ નહીં હોવાથી ટીસીએ ઉતારી દઈ પોલીસને જાણ કરી
- સખી વન સ્ટોપે આ યુવતીને સમજાવીને પોતાના પરિવારને સોંપવાની તજવીજ શરૂ કરી
ધો.12 સાયન્સમાં પ્રથમવર્ગ સાથે ઉર્તિણ થયેલી યુવતી બિનારસ તેના મામાના ઘરે વેકેશન કરવા માટે ગઇ હતી. ત્યાં કોઇ જગ્યાએ ફિલ્મનું શૂટીંગ થઇ રહ્યું હતું. આ યુવતી અને તેની પિતરાઇ બંને શૂટીંગ જોવા માટે પહોંચી ત્યારે ત્યાં એક અજાણી વ્યક્તિએ યુવતીને ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા હોય તો સંપર્ક કરવાનું કહીને પોતાનો મોબાઇલ નંબર આપ્યો હતો. વેકેશન પુરુ થઇ ગયા બાદ યુવતી પરત બિહાર વતનમાં ગઇ હતી અને અજાણી વ્યક્તિના સંપર્કમાં રહેવા લાગી હતી.
યુવતીએ ડોક્ટર બનવાના સપનાને સાઇડ ઉપર મુકીને પોતે ફિલ્મ જગતમાં કામ કરશે અને મોટી સ્ટાર બનશે તેવા સપના જોઇને ભણવામાં ઓછું ધ્યાન આપ્યું હતું. આ યુવતીએ ફિલ્મોમાં કામ કરવા માટે ઘરેના સભ્યોને જાણ કર્યા વગર રેલવે ટ્રેન મારફતે બિહારથી મુંબઇ જવા ટ્રેનમાં બેસી ગઇ હતી. સુરત રેલવે સ્ટેશન નજીક આ યુવતી પાસે ટીકીટ ન હોવાથી ટીસીએ તેને સુરત રેલવે સ્ટેશને ઉતારી દઇને રેલવે પોલીસને જાણ કરી હતી. સુરત રેલવે પોલીસે સખી વન સ્ટોપ સેન્ટર તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરીને જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત યુવતીના પરિવારને જાણ કરાઇ હતી.
જીતાલી ગામે પત્નીએ સાધુ બનવાની ના પાડતા પતિનો ફાંસો ખાઇને આપઘાત
અંકલેશ્વર: અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે પત્નીએ સાધુ થવાની ના પાડતા પતિએ ગળે ફાંસો ખાઇને જીવનનો અંત લાવી દીધો હતો. જીતાલી ગામની સિલ્વર સિટી-૨માં રહેતા અને મૂળ યુપી દીપક શેશમણી મિશ્રાને છેલ્લા કેટલાક સમયથી સાધુ બનવાની ઇચ્છા થઇ હતી જે તેને તેની પત્ની મોનાદેવીને જણાવ્યું હતું પરંતુ મોનાદેવીએ દીપકને એનકેન પ્રકારે રોકી રાખ્યો હતો પરંતુ શનિવારે બપોરે દીપકે બાજુના બંધ મકાનમાં જઇને ગેળે ફાંસો ખાઇને જીવનનો અંત લાવી દીધો હતો. બનવા અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી