SURAT

સુરતની રેડીએન્ટ સ્કૂલમાં ત્રાટકેલા તસ્કરોથી તિજોરી નહીં તૂટતા આખી તિજોરી જ ઉંચકીને લઇ ગયા

સુરત : પીપલોદ ખાતે આવેલી રેડિએન્ટ ઇંગ્લિશ એકેડમી સ્કૂલમાં (Radiant School) તસ્કરોએ ત્રાટકી 16 લાખ ભરેલી આખી તિજોરી ઊંચકીને ચાલ્યા ગયા હતાં. આ ઉપરાંત એકાઉન્ટ ઓફિસના ડ્રોઅરના તમામ તાળા તોડી નાંખ્યા હતાં. આ મામલે ઉમરા પોલીસમાં ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

21 વર્ષથી સ્કૂલમાં કામ કરતા સુનિલભાઇ કિરણભાઇ પટેલ (ઉ.વર્ષ 40, રહે બીલવમ પેરેડાઇઝ, ગૌરવપથ રોડ)એ પોલીસ સ્ટેશનમાં પીપલોદ ખાતે આવેલી રેડિયન્ટ સ્કુલમાં ચોરી થયાની ફરિયાદ દાખલ કરાવી હતી. તેમણે તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, 10 જૂનથી 11 જૂન દરમિયાન રેડિએન્ટ ઇંગ્લિશ એકેડમી સ્કૂલની એકાઉન્ટ ઓફિસની બારીની ગ્રીલ તોડીને તસ્કરોએ તિજોરીમાં ફીના રાખેલા 16 લાખની ચોરી કરી હતી. એકાઉન્ટ ઓફિસમાં રાખેલી તિજોરીની ચાવી સિક્યુરિટી પાસે તથા એકાઉન્ટન્ટ સુનિલ પાસે રહેતી હતી. દરમિયાન તસ્કરોથી તિજોરી નહીં તૂટતા તેઓ આખી તિજોરી જ ઊંચકીને લઇ ગયા હતા. શનિવારથી રવિવારના સવારે દસ વાગ્યાની વચ્ચે આ ચોરી થવા પામી છે. ઉમરા પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ કબ્જે લીધા હોવાની વિગત જાણવા મળી છે. દરમિયાન ચોરીમાં કોઇ જાણભેદુ હોવાની શંકા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

હરીપુરા ગામે ચાના વેપારી સાથે રૂ. 1.62 લાખની છેતરપિંડી
પલસાણા: સુરત શહેર ખાતે રહેતા અને પલસાણા તાલુકાના હરીપુરા ગામે વિધાતા ઇન્ડસ્ટ્રીજમાં ચાનું પેકીંગ કરી હોલસેલમાં વેચાણ કરતા એક વેપારી પાસેથી એક ઇસમે વિશ્વાસમાં લઇ ૧.૬૨ લાખથી વધુનો સામાન લઇ રૂપીયા નહી ચુકવતા કડોદરા પોલીસે છેતરપીંડની ફરીયાદ લઇ વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહીતી અનુસાર સુરત યોગી ક્રુપા સોસાયટી અમરોલી સુરત શહેર ખાતે રહેતા અને પલસાણા તાલુકાના હરીપુરા ગામે આવેલ વિધાતા ઇન્ડસ્ટ્રીઝમાં મહાલક્ષ્મી ગોલ્ડ નામની ચાનું પેકીંગ કરી હોલસેલમાં વેચાણ કરી પરીવારનું ગુજરાન ચલાવતા સરવેશભાઇ શ્રીરામ હરખભાઇ મિશ્રા (મુળ રહે ઉત્તરપ્રદેશ) તેમની કંપનીમાં હાજર હતાં. દીપુ તથા દીનેશ નામના ઠગોએ કંપનીમાં જઈ સરવેશભાઈનો વિશ્વાસ કેળવી ૫૦૦ કીલો ચાનો જથ્થો લેવાનું કહી અલગ અલગ પેકીંગના વજન ના ચાના કુલ ૧૬૨૨૫૦ રૂપીયાનો સામાન ખરીદ્યો હતો. જો કે બાદમાં પેમેન્ટ નહીં આપી છેતરપીંડી કરતા સરવેશભાઇએ આ અંગે દીપુ તથા દીનેશ નામના ઇસમો સામે કડોદરા પોલીસ મથકે છેતરપીંડીની ફરીયાદ આપી હતી.

Most Popular

To Top