SURAT

સુરતના વરાછા વિસ્તારમાં ખુલ્લેઆમ યુવકે અન્ય યુવકની હાથની આંગળી અને પગના સાથળની નસ કાપી નાંખી

સુરત : સુરતના (Surat) વરાછા વિસ્તારમાં એક યુવકે અન્ય યુવકને કહ્યું કે, તું રાકેશ સાથે કેમ ફરે છે અને કેમ તેની સાથે વાત કરે છે એમ કહીને તેનાં હાથની (Hand) આંગળી (Finger) તેમજ પગના (Leg) સાથળના ભાગે ચપ્પુથી (Knife) હુમલો (Attack) કર્યો હતો. આ અંગે પોલીસ ફરિયાદ (Police Complaint) કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ વરાછા કુબેરનગર નીલકંઠ એપાર્ટમેન્ટમાં રહેતો યુવક મોડી સાંજે તેના મિત્ર સાથે કુબેરનગર સોસાયટી પાસે આવેલી એક હોટલ નજીક ચા પીવા માટે ગયો હતો તે વખતે તેની નજર અન્ય યુવક ઉપર પડી હતી. નજર પડતાં જ તેણે તે યુવકને આવી રીતે તું રાકેશ સાથે કેમ ફરે છે તેમ કહી ખુલ્લેઆમ ચપ્પુથી હુમલો કર્યો હતો. જેમાં તેણે યુવકની ડાબા હાથની આંગણી અને ડાબા પગના સાથળની નસ કાપી નાંખી હતી તેમજ યુવકની બાઈકની ચાવી લઈને સ્થળેથી નાસી ગયો હતો. બનાવ અંગે હુમલો થયો છે તે યુવકે ફરિયાદ કરી છે જેને આધારે વરાછા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ઓવરટેક કરતાં ટ્રક ચાલકે કાર ચાલકને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી
નવસારી : મરોલી-ડાભેલ રસ્તા પર વાડા ગામ પાસે ટ્રક ચાલકે કાર ચાલકને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા મામલો મરોલી પોલીસ મથકે નોંધાયો છે.

ચીખલી તાલુકાના કુકેરી ગામે હનુમાનજી મંદિર પાસે હર્ષદસિંહ જયસિંહ પરમાર તેમના પરિવાર સાથે રહે છે. ગત 15મીએ હર્ષદસિંહ તેમની પત્ની પ્રતિભાબેન સાથે અર્ટીગા કાર (નં. જીજે-21-સીસી-3687) લઈને સુરત ભાટપોર ખાતે ખોડીયાર માતાના મંદિરે દર્શન કરવા માટે નીકળ્યા હતા. દરમિયાન તેઓ રાનકુવાથી ખારેલ થઈને વેસ્મા ગામ સુધી હાઇવે ઉપર આવેલા અને વેસ્માંથી ડાભેલ થઇ મરોલી ચાર રસ્તા તરફ આવતા હતા. ત્યારે મરોલી ચાર રસ્તા નજીક એક હાઈવા ડમ્પર ટ્રક (નં. જીજે-05-બીવી-6641)ને ઓવરટેક કરીને આગળ આવી ગયા હતા. પરંતુ રસ્તામાં આગળ ભેંસ આવી જતા હર્ષદભાઈએ તેમની કાર ઉભી રાખી હતી. જેથી ઓવરટેક કરેલા ડમ્પર ટ્રકના ચાલક ઈબ્રાહીમ રસીદ લીમલીયાએ ડમ્પર હર્ષદભાઈની કાર પાસે ઉભી રાખી હતી અને હર્ષદભાઈએ તેમનો કારનો કાચ ખોલતા ઈબ્રાહીમભાઈએ ઉગ્ર અવાજે અપશબ્દો બોલી ‘મરવાના છે કે શું’ તેમ કહી નીચે ઉતરી હર્ષદભાઈને તમાચો મારી દીધો હતો અને ઝપાઝપી કરવા લાગ્યો હતો. ત્યારે હર્ષદભાઈની પત્ની પ્રતિભાબેન ઈબ્રાહીમભાઈને સમજાવવા જતા તેમને ‘બાજુમાં ઉભી રહે, નહી તો જાનથી મારી નાંખીશ’ તેવી ધમકી આપી હતી. આ ઝઘડાને પગલે આજુબાજુના દુકાનદારોનું ટોળું ભેગું થઇ જતાં ઈબ્રાહીમ ત્યાંથી જતો રહ્યો હતો. આ બનાવ અંગે હર્ષદભાઈએ મરોલી પોલીસ મથકે ઈબ્રાહીમભાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ એ.એસ.આઈ. ગોપાળભાઈને સોંપી છે.

Most Popular

To Top