સુરત: સાયણના (Sayan) ટેક્સટાઇલ પાર્કમાં (Textile park) રૂમ પાર્ટનરે રસોઈ બનાવવાને લઈ ઝગડો થતા યુપીવાસી મિત્રને છરીના (Knife) 3-4 ઘા મારી પતાવી દેવાની કોશિશ કરતા ભાગદોડ મચી ગઇ હતી. જોકે ઇજાગ્રસ્ત સરવેશને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ (Hospital) ખસેડાતા ઓપરેશન કરવાની ફરજ પડી હતી. હુમલાખોર મોહિત હાલ પોલીસ (Police) પકડથી દૂર હોવાનું અને TFO ઓપરેટર હોવાનું સામે આવ્યું છે.
- હુમલાખોર મોહિત હાલ પોલીસ પકડથી દૂર
- હુમલાખોરે સરવેશને છાતી, પેટ, હાથ અને ગુપ્તાગની બાજુમાં ઉપરા ઉપરી ઘા માર્યા હતા
રામલખને (ઇજાગ્રસ્તનો ભાઈ) જણાવ્યું હતું કે તેઓ યુપીના રહેવાસી છે આખું પરિવાર માતા-પિતા, ભાઈ બહેન અને સરવેશની પત્ની-બાળકો વતનમાં રહે છે. સરવેશ સાયણ ટેકસટાઇલ પાર્કના એક ખાતામાં TFO મશીન ઓપરેટર તરીકે કામ કરે છે એની સાથે રહેતો રૂમપાટર્નર પણ એક જ ગામના અને એક જ મશીન પર કામ કરે છે.
વધુમાં તેણે જણાવ્યું હતું કે રવિવારની રાત્રે સરવેશ અને તેનો મિત્ર રૂમમાં નોનવેજ બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. તે દરમિયાન કોઈ વાત ને લઈ હુમલાખોર મોહિતે ગાળો આપતા વાત બગડી હતી. સરવેશે ઠપકો આપી મોહિતે તેને લાફો મારતા તે રૂમ બહાર ચાલી ગયો હતો ત્યારબાદ તે અચાનક ધારદાર છરો લઈને આવ્યો અને સરવેશ પર હુમલો કર્યો હતો, તેણે સરવેશને છાતી, પેટ, હાથ અને ગુપ્તાગની બાજુમાં ઉપરા ઉપરી ઘા માર્યા હતા અને પછી ત્યાંથી ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં જમીન પર પડેલા સરવેશે બુમાબુમ કરતાં અન્ય કારીગરો દોડી આવ્યા હતા. લોહીના ખાબોચમાં પડેલા સરવેશને તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ આવતા ઓપરેશનમાં લેવાની ફરજ પડી હતી. હાલ સરવેશની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પરિવારને ઘટનાની જાણ થતાં જ ઘરમાં તમામ ચિંતિત છે.