સુરત: વરાછા (Varacha) વિસ્તારમાં આવેલા જગદીશનગર ખાતે રહેતી યુવતી તેના ભાઈની (Brother) નજર સામે જ ત્રીજા માળેથી પટકાઈ હતી. ભાઈ બહેનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં (Hospital) લઈ ગયો હતો. ત્યાં ડોક્ટરે (Doctor) તેણીને મૃત (Death) જાહેર કરી હતી. વરાછા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વરાછા વિસ્તારમાં આવેલા જગદીશનગર ખાતે ગોસીયા મોહમદ ઇલ્યાસ રિયાન (ઉં.વ.24) તેના એક ભાઈ અને માતા તથા ત્રણ બહેન સાથે રહેતી હતી. ગોસીયા ગતરોજ સાંજના સમયે પોતાના ઘરે ત્રીજા માળની બાલ્કનીમાંથી નીચે પટકાઈ હતી. એ નીચે પટકાઈ ત્યારે તેનો ભાઈ ઇરફાન નીચે જ હતો. તેણે જોયું કે તેની બહેન નીચે પડી રહી છે પરંતુ તે કાંઈ કરી શક્યો ન હતો. ઇરફાન તાત્કાલિક સારવાર માટે બહેનને નવી સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યો હતો. ડોક્ટરોએ ગોસીયાને મૃત જાહેર કરી હતી. વરાછા પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધીને આગળની તપાસ હાથ છે. ગોસીયા અકસ્માતે નીચે પડી કે તેણે આત્મહત્યા કરી એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
ઉગત કેનાલમાં અજાણ્યા યુવકની લાશ ફાયરે બહાર કાઢી
સુરત: ઉગત કેનાલ રોડ, સીએનજી પંપ સામે ખાડીમાં એક અજાણ્યા યુવકની લાશ હોવાની જાણકારી ફાયર વિભાગને મળતાં જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મોરાભાગળ ફાયર સ્ટેશનથી ફાયરની ટીમે ખાડીમાંથી યુવકની લાશને બહાર કાઢી હતી. ફાયરના કર્મીના જણાવ્યા અનુસાર યુવકની ઓળખ થઈ શકી ન હતી. અજાણ્યા યુવકની ઉંમર અંદાજિત 35થી 38 વર્ષની હોવાનું જણાવ્યું હતું. તેમજ ફાયરે યુવકની લાશનો કબજો રાંદેર પોલીસને સોંપ્યો હતો. રાંદેર પોલીસે પણ યુવકની ઓળખ કરવા માટે તેમના વાલી વારસની શોધખોળ શરૂ કરી છે. મૃતક યુવાનની ઓળખ થયા પછી જ જો આપઘાત કર્યો હશે તો તેનું કારણ બહાર આવશે.
વરાછામાં કોરોના પોઝિટિવ વૃદ્ધનું છાતીમાં દુખાવો થયા બાદ મોત
સુરત: સુરતમાં કોરોનાનું સંક્રમણ ધીરે-ધીરે ગતિ પકડી રહ્યું છે. તેવામાં વરાછામાં કોરોના પોઝિટિવ એક વૃદ્ધનું મોત નીપજતાં તંત્ર દોડતું થઈ ગયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર બોમ્બે માર્કેટ વિસ્તારમાં રહેતાં 60 વર્ષિય વૃદ્ધની અઠવાડિયા પહેલાં તબિયત ખરાબ થઈ હતી. તેમનામાં કોરોનાનાં લક્ષણો હતાં. તેમણે રિપોર્ટ કરાવતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આથી તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમની સારવાર ચાલતી હતી, એ દરમિયાન તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. 23મી તારીખે તેમનું મોત નીપજ્યું હતું. કોરોના પોઝિટિવનું મોત થઇ જતાં તંત્રમાં ભારે દોડધામ મચી ગઇ છે. કારણ કે, સુરતમાં કોરોનાના કેસ તો નોંધાઇ છે પરંતુ મોત નહીંવત થાય છે.