SURAT

દસ કરતા વધારે ચેઇન સ્નેચીંગના કેસમાં સંડોવાયેલો આરોપી ચાલુ કોર્ટમાંથી ભાગી ગયો

સુરત : શહેર પોલીસનો (Police) 95 ટકા સ્ટાફ (Staff) હાલમાં ચૂંટણી (Election) બંદોબસ્તમાં છે. ત્યારે રાંદેરમાં દસ કરતા વધારે ગુનમાં સંડોવાયેલો આરોપી કોર્ટમાંથી (Court) ફરાર થઇ જતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. ક્રાઇમ બ્રાન્ચે 30 વર્ષના કૃણાલ વડવાનેર નામના આરોપીને એક મહિના પહેલા પકડયો હતો. જે ઘાતકી રીતે મહિલાઓના ચેઇન સ્નેચિંગ કરતો હતો. તેનો વિડીયો પણ અગાઉ વાયરલ થયા હતા. આ આરોપીને ઓછો આંકવાનું રાંદેર પોલીસને ભારે પડી ગયું હતું. તેમાં એક જ કોન્સ્ટેબલ મોકલતા આ આરોપી કોર્ટના કઠેડો કૂદીને ભાગ્યો હતો. કોર્ટના આઠમા માળેથી આ આરોપી વકીલોની વચ્ચેથી સિફતાઇથી ભાગી ગયો હતો અને પોલીસ ઉંઘતી રહી હતી.

  • એક મહિના પહેલા ડીસીબીએ રીઢા કૃણાલ વડવાનેરને પકડ્યો હતો
  • આઠમા માળેથી કોર્ટ કેસમાં લવાયો હતો

ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભારે જહેમત પછી કૃણાલ વડવાનેરને પકડવામાં આવ્યો હતો. તેની ઉપર ચેઇન સ્નેચિંગના અને મારામારીના ગુના દાખલ થયા છે. કોર્ટના આઠમા માળેથી આ આરોપી જે રીતે ભાગ્યો તે જોતા રાંદેર પોલીસ દ્વારા આ આખા મામલે ગુનાહિત બેદરકારી દાખવવામાં આવી હોવાનું ચિત્ર ઉપસ્યું છે. મેજિસ્ટ્રેટ યોગીતાબેન શર્માની કોર્ટમાં કૃણાલને રજૂ કરવામા આવ્યો હતો. તે દરમિયાન તે સિફતાઇથી ભાગી ગયો હતો.

રિલાયન્સ કંપનીના કર્મચારીના બેંક ખાતામાંથી 18 હજાર ઉપાડી લઈ છેતરપિંડી
સુરત : મોરા ગામમાં તપોવન સોસાયટીમાં રહેતા 32 વર્ષીય સંજયકુમાર રામજીભાઈ શાહ રિલાયન્સ કંપનીમાં નોકરી કરે છે. તેની સાથે કંપનીમાં નોકરી કરતા અને ગામમાં સાથે રહેતા નિકેશ રામ નામના યુવક સાથે તે ગત 26 સપ્ટેમ્બરે ચાલતા મોરા જતા હતા. ત્યારે રસ્તામાં ફિનો પેમેન્ટ બેંક આવતા તેમાં સેલેરી એકાઉન્ટની પાસબુક આપવાની હોવાથી નિકેશ સાથે બેંકમાં ખાતુ ખોલાવવા માટે ગયા હતા. ત્યારે સંજયનો મોબાઈલ બંધ હોવાથી બેંકમાં નિકેશનો મોબાઈલ નંબર લખાવ્યો હતો. અને ખાતું ખોલાવી બંને બેંકમાંથી નીકળી ગયા હતા. બાદમાં 11 નવેમ્બરે બેંકમાં 19130 રૂપિયા પગાર જમા થતા સંજય ખાતામાંથી 1000 રૂપિયા ઉપાડી આવ્યો હતો. બાદમાં 15 તારીખે ફરી તે પૈસા ઉપાડવા જતા ખાતામાં પૈસા નહોતા. બાદમાં બેંકમાં જઈને તપાસ કરતા તેમના ખાતામાંથી જે મોબાઈલ નંબર આપ્યો હતો તેના પરથી 18,100 રૂપિયા ઉપાડી લેવાયા હતા. આ અંગે ઇચ્છાપોર પોલીસે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top