સુરત : સુરત (Surat) પોલીસ કમિશનર (Police Commissioner) અજય તોમરે (Ajay Tomar) લોકોને અપીલ કરતા કહ્યું હતું કે, સુરત પોલીસ (Surat Police)સતત કામ કરે છે, પરંતુ તે બધી જ જગ્યાએ પેટ્રોલીંગ (Patrolling)માટે પહોંચી શકતી નથી. રાત્રીના કે અંધારાના સમયમાં લોકોએ જ્યાં સીસીટીવી (CCTV) કેમેરા નથી કે ભીડભાડ નથી તેવી જગ્યાએ જવાનું ટાળવું જોઇએ. ગુનેગારો આવી જ તકનો લાભ લઇને ક્રાઇમ કરે છે. દેવધ (Devadh) ગામમાં બનેલી ગેંગરેપ (Gangrape)ને ઘટના એ લાલબત્તી સમાન કિસ્સો છે અને આ કિસ્સાથી પ્રેરીત થઇને હવે લોકોએ એકાંતવાળી જગ્યાએ જવાનું ટાળવા માટે આહવાન કરાયું હતું.
કેવી રીતે ગુનો કર્યો …?
આરોપીઓની પોલીસ સમક્ષની કબૂલાતમાં તેઓએ કહ્યું કે, ગઈ તારીખ 11મી સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે તેઓ કુંભારિયા ગામથી દેવધ ગામ તરફ જઈ રહ્યાં હતાં ત્યારે કેળાંના ખેતરમાં છોકરો અને છોકરી બેઠાં હતાં. તેથી તેઓ પાસે જઈ આરોપી વિદેશી તથા દિપક યાદવે બંનેને ધમકાવ્યા હતા. જેમાંથી વિકાસે પહેલા લાકડાના ફટકો મારીને યુવતીના પ્રેમીને બેભાન કરી નાંખ્યો હતો અને બાદમાં તેના હાથ-પગ બંધાવી દીધા હતા. બાદમાં આ ચારેયએ યુવક-યુવતીના મોબાઇલ લઇ લીધા હતા અને કેળાના ખેતરમાં લઇ ગયા હતા. જ્યાં વારાફરતી વિકાસ, જીતેન્દ્ર, ગોપાલ અને દિપકે વારાફરતી ગેંગરેપ ગુજાર્યો હતો. આ ઘટના બાદ વિકાસે પોતાનો હુલિયો બદલી નાંખ્યો હતો અને પોતાના રૂટીન કામમાં જોતરાઇ
ગયો હતો.
આરોપીઓ યુવતીને માર મારીને બળાત્કારને અંજામ આપ્યો
આ મામલે યુવતી દ્વારા જે કબૂલાત કરવામાં આવી છે તેમાં આરોપીઓ વિકૃત હોવાનુ સાબિત થાય તેમ છે. આરોપીઓ યુવતીને માર મારીને તેની પર બળાત્કાર કર્યો હતો. ચાર બળાત્કારીઓ દ્વારા યુવતીને ખૂબજ નિર્દયતાપૂર્વક ફટકારવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે.
પ્રેમીએ કહ્યું મારૂ ગળું 3 જણાએ દબાવ્યું
રાજસ્થાનથી પરત આવેલા પ્રેમીએ જણાવ્યું કે ચાર જેટલા આરોપીઓ તેને મારી નાંખવા માગતા હતા. આ લોકોએ ગમછાથી તેનુ ગળુ દબાવ્યું હતું અને બે વખત ઇંટ ફટકારી હતી. તેઓને એવુ લાગ્યુ કે મારૂ મોત થયુ છે અલબત હુ જેમ તેમ બચી શકયો. હુ પોતે એટલો ગભરાઇ ગયો હતો કે હું ગામ ભાગી ગયો.