SURAT

સુરત: 5 વર્ષની બહેન અને 8 વર્ષનો ભાઈ આ રીતે પાલ પહોંચી ગયા, કારણ પૂછતા કહ્યું કે બસમાં…

સુરત : ડિંડોલી પોલીસની હદમાં આવેલા સણિયાગામમાં રહેતા શ્રમજીવી પરિવારના બે બાળકો સગા ભાઈ બહેન ગઈકાલે ગુમ થઈ જતા ડિંડોલી પોલીસે અપહરણની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન બંને બાળકો પાલ પોલીસ સ્ટેશનની હદમાં મળી આવ્યાનું જાણવા મળ્યું હતું.

ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત 24 તારીખે સણિયાગામમાં કોલસાના કારખાનામાં રહેતા શ્રમજીવી જયદિપભાઈ ચૌધરી (ઉ.વ.35) ના બાળકો જેમાં 8 વર્ષનો પુત્ર અને 5 વર્ષની પુત્રી રમતા- રમતા ક્યાંક ચાલી જઈ ગુમ થયા હતા. માતા -પિતાએ શોધખોળ કરતા બંને બાળકો મળી આવ્યા નહોતા. અંતે ડિંડોલી પોલીસમાં જાણ કરતા પોલીસે બાળકોના અપહરણની ફરિયાદ નોંધી શોધખોળ આરંભી હતી. ત્યારે બંને બાળકો પાલ પોલીસ સ્ટેશનની હદમાં મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બાળકોનું કાઉન્સલિંગ કરીને તેઓ પાલ કઈ રીતે પહોંચ્યા તે અંગે પુછપરછ હાથ ધરી છે. અત્યારે બાળક પોતે ચાલતા ગયા હોવાનું તો બસમાં ગયા હોવાનું રટણ કરી રહ્યા છે.

ન્યુ ટેક્ષટાઈલ માર્કેટના વેપારી સાથે દિલ્લીના વેપારીની 13.88 લાખની છેતરપિંડી
સુરત : દિલ્લીના વેપારીએ રીંગરોડ પર ન્યુ ટેક્ષટાઈલ માર્કેટમાં કાપડનો વેપાર કરતા વેપારી પાસેથી કાપડ ખરીદી 13.88 લાખનું પેમેન્ટ નહી ચુકવી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.પૂણાગામ ખાતે સીતારામ સોસાયટીમાં રહેતા 42 વર્ષીય પ્રકાશ ભીમરાજ જોશી ન્યુ ટેક્ષટાઈલ માર્કેટમાં ભાનુ ટેક્ષટાઈલના નામે કાપડનો વેપાર કરે છે. પ્રકાશભાઈએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં મોહમદ હાકીમ આયના ટેક્ષટાઇલના માલિક (ઠેકાણુ-દીલ્લી અલવર રોડ ન્યુ ફાટ ફીરોજપુર ઝીરકા હરીયાણા) તથા રામનિવાસ માહેશ્વરી (રહે-૨-સી શીખર કોમ્પલેક્ષ ભટાર ચાર રસ્તા) ની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

દિલ્લીના વેપારીએ વર્ષ 2021 માં મોહમદ હાકીમ સાથે સુરતના કાપડ દલાલ રામનિવાસે રીંગરોડ ન્યુ ટેક્ષટાઇલ માર્કેટ દુકાન નં. ૨૩૯૬ ભાનુ ટેક્ષટાઇલના વેપારી સાથે મુલાકાત કરાવી હતી. અને દિલ્લીના વેપારીનું મોટુ કામ હોવાનું કહીને વિશ્વાસ કેળવ્યો હતો. તેમણે 14.64 લાખનો કાપડનો માલ મેળવ્યો હતો. શરૂઆતમાં આ પૈકી ૭૫,૭૪૭ રૂપિયા પેમેન્ટ ચૂકવી દીધું હતું. ૧૩,૮૮,૬૦૨ રૂપિયાનું પેમેન્ટ સમયસર નહીં આપતા વેપારીએ પેમેન્ટની ઉઘરાણી કરી હતી. તો વેપારીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

Most Popular

To Top