દારૂ માટે હવે દમણ જવાની જરૂર નથી, સુરતના આ વિસ્તારમાં વેચાઈ રહ્યો છે ખૂલ્લે આમ દારૂ

સુરત(Surat): મોટીવેડમાં આવેલા ક્રિકેટના ગ્રાઉન્ડ (Cricket Ground) તેમજ તેની આજુબાજુ લારીવાળાઓના ત્રાસને લઇને પોલીસ કમિશનર તેમજ ગૃહમંત્રીને ફરિયાદ (Complaint) કરવામાં આવી હતી. અહીં મોટી માત્રામાં અંગ્રેજી દારૂનું વેચાણ છતાં સ્થાનિક પોલીસ આંખ આડા કાન કરતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. તાપી કિનારે ખુલ્લેઆમ ચાલતા દારૂના વેપલામાં વિદેશી અને દેશી તમામ વસ્તુઓ વેચવામાં આવી રહી છે. પીસીબી અને ડીસીબીની કામગીરી સામે સરેઆમ ચાલતા આ દારૂના અડા જોતા પ્રશ્નાર્થ ચિન્હ મૂકાઇ ગયું છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોટીવેડ ગામમાં જ રહેતા મગનભાઇ છનાભાઇ પટેલ નામના સમાજસેવીએ ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ પોલીસ કમિશનરને ફરિયાદ કરતા કહ્યું હતું કે, મોટી વેડ સુરતમાં ક્રિકેટના ગ્રાઉન્ડ તથા ચારેય બાજુ લારી ગલ્લાને દુકાનો તથા ફોરવ્હીલર ગાડીમાં ખુલ્લેઆમ અંગ્રેજી દારૂના અડ્ડા ચાલી રહ્યા છે. અહીં ચરસ ગાંજાનો પણ વેપલો થઇ રહ્યો છે. વારંવાર ફરિયાદ થતા પોલીસ મજૂર લોકોને પકડીને વીધી પતાવી દે છે અને તરત જ પાછા અડ્ડાઓ શરૂ થઇ જાય છે. અંગ્રેજી દારૂ માટે લોકો ઘરમાં જ ભારણ કરે છે અને તાપી નદીના કિનારે મોટા પ્રમાણમાં દારૂનું વેચાણ થાય છે. આ તમામ અડ્ડા તાત્કાલીક બંધ કરાવવા માટેની પણ માંગણી કરવામાં આવી હતી.

મનપાની જગ્યા ઉપર દબાણ કરનારા સામે ગુનો દાખલ થશે
સુરત : રાજયના શહેરી વિકાસ મંત્રી વિનોદ મોરડિયાએ બુધવારે રાજયની તમામ મહાનગર પાલિકાના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી મીટિંગ કરી હતી જેમાં, મહાનગર પાલિકા વિસ્તારમાં રખડતા ઢોર, ટીપી સ્કીમોના અમલીકરણ, મહાનગર પાલિકાઓના રિઝર્વેશનવાળી જગ્યાઓ પર દબાણો, ટી.પી.સ્કીમોના અમલીકરણમાં જડપ લાવવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સુરત મનપાના રીર્ઝવેશનવાળા અનેક પ્લોટ એવા છે જેના પર દબાણો થયા છે, આ મુદ્દા પર પણ શહેરી વિકાસ મંત્રીએ ભાર પુર્વક ચર્ચા કરી હતી, તેમજ રહેણાંક સોસાયટીઓ બની ગઇ હોય તેવા પ્લોટને બાદ કરતા મનપાના અન્ય પ્લોટ પરના દબાણો હટાવવા માટે મોટા પાયે ઝુંબેશ ચલાવવા અને દબાણકર્તાઓ સામે લેન્ડગ્રેબિંગનો ગુનો દાખલ કરવા સુરત મનપાના અધિકારીઓને તાકીદ કરી હતી.
આ ઉપરાંત મનપાના તંત્ર દ્વારા ટી.પી. અંગે સરકારને સાત દિવસમાં પરામર્શ રજુ કરી દેવાનો હોય છે, તેમાં જાણી જોઇને મોડુ કરાતુ હોવાનું ચિત્ર ઉપસ્યું છે. તેથી નિયમ મુજબ તાકીદે પરામર્શ રજુ કરી દેવા અને ટીપી સ્કીમોના ઝડપી અમલીકરણ પર પણ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત રખડતા ઢોરની સમસ્યા પર કાબૂ મેળવવા અંગે પણ તાકીદ કરવામાં આવી હતી. જેમાં મનપા દ્વારા પકડવામાં આવતા ઢોરને રાખવા માટે વ્યવસ્થા ટૂંકી પડે તો સંસ્થાઓની મદદ લેવા પણ વિનોદ મોરડિયાએ સૂચન કર્યુ હતું.

સુરત મનપાના 315 પ્લોટ પર દબાણો છે
સુરત મનપાના રિઝર્વેશન હોય તેવી જમીનો પર દબાણો હોવાથી તેમાં મુકાયેલા પ્રોજેકટ ટલ્લે ચડે છે. તેથી તાજેતરમાં જ મનપાના તંત્ર દ્વારા પ્લોટનો સર્વે કરાયો હતો. જેમાં એવી વિગત બહાર આવી છે કે, મનપાના 315 પ્લોટ એવા છે જેના પર રહેણાંક, કોમર્શિયલ સહિતના દબાણો છે. જે પૈકી રહેણાંક સોસાયટીઓને બાદ કરતા તમામ દબાણો હટાવવા માર્ચ માસ સુધી ઝૂંબેશ ચલાવાશે.

Most Popular

To Top