સુરત : કતારગામ (KATARGAM)માં રહેતા પાડોશી (NEIGHBOR)ઓએ ભાગીદારીમાં ધંધો શરૂ કરીને તેના નફાના રૂપિયા પરત નહી આપી ઉલટાની કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા પટેલ દંપતિ સામે કતારગામ પોલીસ (POLICE)માં ફરિયાદ કરવામાં આવી છે જે બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ કતારગામની ગજેરા સ્કૂલની બાજુમાં લક્ષ્મી રેસીડેન્સીમાં રહેતા હર્ષાબેન નીતિનભાઇ પટેલ તેમજ તે જ સોસાયટીમાં રહેતા સોના પ્રવિણચંદ્ર પટેલ, પ્રવિણચંદ્ર હરીલાલ પટેલએ વર્ષ-2018માં ભાગીદારીમાં એમ્બ્રોઇડરીનો વેપાર શરૂ કર્યો હતો. સોનાબેન તેમજ પ્રવિણભાઇ પાસે એમ્બ્રોઇડરી વેપારનું જ્ઞાન હતુ પરંતુ રોકાણ કરવા પૈસા ન હતા. જે માટે હર્ષાબેનએ ફાયનાન્સ કરીને ત્રણેયએ ભાગીદારીમાં વેપાર (BUSINESS) શરૂ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે હર્ષેબેને તો પોતાના પૈસામાં વધારો કરવાના હેતુથી આ ભાગીદારીની શરૂઆત કરી હતી, જો કે તેમણે વિચાર્યું ન હતું કે આ દંપત્તિ તેમની સાથે જ ઠગાઈ (SWINDLE) કરશે, અને થોડા સમય બાદ સોનાબેન અને તેના પતિ પ્રવિણચંદ્રએ હર્ષાબેનની સહીના કોરા ચેકો લઇ લીધા હતા. ત્યારબાદ એક વર્ષ સુધી સોનાબેન અને તેના પતિએ કોઇ હિસાબ આપ્યો ન હતો અને ધંધામાં નુકસાન બતાવીને તમામ રૂપિયા પોતાના પર્સનલ બેંક એકાઉન્ટ (PERSONAL BANK ACCOUNT)માં લઇ લીધા હતા. જેથી હર્ષાબેન એજ વાતની જાણમાં હતા કે તેમના પૈસા આ ખોટના કારણે ધંધામાં ગયા છે. અને રોકાણ તેમનું નિષ્ફ્ળ ગયું છે.
આ ઉપરાંત એમ્બ્રોઇડરી મશીનના જીએસટી ક્રેડીટના રૂા. 19.11 લાખ અને સબસીડીના રૂા. 23.44 લાખ તેમજ ટીડીએસના રૂા. 2.21 લાખ ઉપરાંત અન્ય સબસીડીના રૂા. 15 લાખ મળી કુલ્લે રૂા. 59.77 લાખ તેમના જોઇન્ટ ખાતામાં આવ્યા હતા. તેમાંથી હર્ષાબેનએ પોતાના હિસ્સાના 29.88 લાખની માંગણી કરી હતી ત્યારે સોનાબેન અને પ્રવિણચંદ્રએ ધમકી આપી હતી કે, “તારી કંપનીના નાણા અમે ખાઇ ગયા છીએ અને સબસીડી તથા જીએસટી તથા ટીડીએસના નાણા પણ નહી મળે તારાથી થાય તે કરી લેજે, નાણા કે હિસાબ બાબતે આવીશ તો તને મારી નાખીશુ અને પોલીસમાં અમારુ ખુબ જ મોટુ સેટીંગ છે.” એવી ધમકી આપી હતી, જેથી બનાવ અંગે હર્ષાબેનએ પતિ-પત્ની સામે કતારગામ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે અરજી લઇને વધુ તપાસ શરૂ કરી છે.