સુરતમાં ગુરૂવારે સવારે 15ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાની જાહેરાત સુરત મહાનગર પાલિકા દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવી હતી. રાજસ્થાનની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતી વેસુની 31 વર્ષીય મહિલાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેઓ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે. પરવટપાટિયાની 7 વર્ષીય બાળકીનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે અને તે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહી હતી. બેગમપુરાના 40 વર્ષીય પુરૂષનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે અને અને તેઓ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે. મગોબની 78 વર્ષીય વૃદ્ધાનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે તેઓ મિશનમાં છે અને તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. પાલનપુર પાટિયાના 67 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે તેઓ મિશનમાં છે અને તેમની મુંબઇની ટ્રાવેલ હિસ્ટ્રી હતી. રામપુરાના 27 વર્ષીય યુવાનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે તે પોઝિટિવના સંપર્કમાં આવ્યો હતો. અઠવાલાઇન્સની 64 વર્ષીય વૃદ્ધાનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે અને તેઓ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે. આ ઉપરાંત જહાંગીરપુરાના 56 વર્ષીય પુરૂષ. વરાછાની 10 વર્ષની બાળકી, ઉમરવાડાની 21 વર્ષીય યુવતી, સરથાણાની 31 વર્ષીય યુવતી, બેગમપુરાની 50 વર્ષીય મહિલા અને પાંડેસરાના 50 વર્ષીય પુરૂષનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે અને આ તમામ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે. જ્યારે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા વડોદના 50 વર્ષીય યુવાનનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે તેની રાજસ્થાનની હિસ્ટ્રી હતી. જ્યારે પાંડેસરાની 7 મહિનાની બાળકીનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. સુરતમાં અત્યાર સુધીમાં 257 શંકાસ્પદ કેસો નોંધાયા છે જેમાં 22 પોઝિટિવ છે જ્યારે 226 નેગેટિવ છે અને 9 સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી છે.
સુરતમાં 15 રિપોર્ટ નેગેટિવ
By
Posted on