SURAT

સુરતમાં નવરાત્રી આયોજકો પાસે GST વસૂલવા ખેડૂત આગેવાનની GST અધિકારીઓને રજુઆત

સુરત: સુરત શહેરની(Surat) નવરાત્રીમાં(Navaratri) આશરે 20 જેટલા ધંધાદારી-કોમર્સિયલ આયોજકો પાસે જી.એસ.ટી.(GST)નો ટેક્ષ(TAX) તત્કાળ વસૂલવા રજૂઆત કરવામાં આવી છે. જણાવી દઈએ કે ખેડૂત આગેવાન(Farmer Leader) દર્શન નાયકે સુરત-અમદાવાદ GST કચેરીએ લેખિતમાં(Writing) રજુઆત કરી છે. આયોજકો(Organizers) દ્વારા નવરાત્રીના પંડાલમાં પ્રવેશ(Entry) માટે રૂ.500 થી રૂ.1500 જેટલી રકમ(Fees) વસૂલવામાં આવે છે. આ પંડાલોમાં રોજના આશરે 7000 થી 10000 જેટલા લોકો પ્રવેશ(Entry) લેતા હોય છે .

દર્શન નાયકે જણાવ્યું હતું કે, ગરબાએ હિન્દુઓ માટે વિશેષ આસ્થાનું પ્રતિક છે. હાલમાં સુરત ચેમ્બર ઓફ કોમર્સનાં સરસાણા ખાતે સ્થિત ડોમ માં ધ મેમોરીઝ ઇવેન્ટ કંપની દ્વારા, સુરત મહાનગર પાલિકાના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે વિઝન હબ દ્વારા, ભગવાન મહાવીર કોલેજ પાસે જી-નાઇન, ધારુકાવાલા કોલેજ ખાતે અરિહંત રમઝટ,પર્પલ ઓર્ચિડ ખાતે ઝણકાર નવરાત્રી અને એપેક્ષ ઇન્ટરટેનમેન્ટ દ્વારા, વી.આર. મોલ વેસુની સામે સહિતનની 20 જેટલી જગ્યાએ શહેરમાં કોમર્સિયલ નવરાત્રીનાં ગરબાનું આયોજન કરવામાં આવેલ છે.

વધુમાં જણાવ્યું હતું કે, નવરાત્રીમાં ગરબાના આયોજનનો મુખ્ય હેતુ ભારતીય સંસ્કૃતીને જાળવી રાખવાનો હોવો જોઈએ. પરંતુ હાલમાં નવરાત્રીનાં ગરબાના આયોજકોનો હેતુ ગરબાની સંસ્કૃતિની જાળવણીની જગ્યાએ કોમર્શીયલ આયોજન કરી પૈસા કમાવાનો થઈ ગયો હોય એવું લાગી રહ્યું છે. નવરાત્રીનાં દિવસો દરમ્યાન આયોજકો કરોડો રૂપિયા કમાતા હોય છે.

નવરાત્રીનાં ગરબાનાં પંડાલમાં જે ફાસ્ટફૂડ, નાસ્તા અને ઠંડા-પીણાના સ્ટોલ લગાવવામાં આવે છે. તે મૂળ કિંમત કરતા વધુ કિંમતે ગ્રાહકોને વસ્તુઓ વેચે છે. આ આયોજનમાં કરવામાં આવતું મોટાભાગનું ચુકવણું રોકડ સ્વરૂપમાં કરવામાં આવે છે. જેની સચોટ માહિતી સરકાર સમક્ષ મુકવામાં આવતી નથી. વધુમાં ઉમેર્યું હતું કે, સામાન્ય રીતે જયારે આયોજકો દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવે ત્યારે સમાજના દરેક વર્ગો તેનો લાભ લઈ શકે તેવી વ્યવસ્થા હોવી જોઈએ પરંતુ આવી એન્ટ્રી ફીના કારણે કોઈ આર્થિક રીતે ગરીબ વર્ગ ગરબામાં ભાગ લઈ શકતો નથી.

જી. એસ. ટી. વિભાગ દ્વારા આવા મોટા માથાનાં આયોજકોને શા માટે છાવરવામાં આવી રહ્યા છે? તથા આયોજકો દ્વારા ટેક્સ ચોરી કરવામાં આવતી હોવાની શંકાઓ જણાઈ છે. આવા દરેક આયોજકની પાસેથી પ્રવેશ ફી અને પાર્કિંગ ફી બાબતે તપાસ કરી ટેક્સ ચોરી પકડાતા 18% જી.એસ.ટી. વસુલ કરવાની કાર્યવાહી કરવામાં આવે, એવી લેખિતમાં માંગણી કરવામાં આવી છે.

Most Popular

To Top