સુરત: મુંબઇ (Mumbai) એરપોર્ટ (Airport) ઉપર લોડિંગનું કામ કરતા ત્રણ યુવકને સુરત (Surat) અને વડોદરા (Vadodra) રેલવે પોલીસે (Police) સુરત રેલવે સ્ટેશનના (Railway Station) પ્લેટફોર્મ નં.1 ઉપર આવેલી પાર્સલ ઓફિસ પાસેથી વિદેશી દારૂની 36 બોટલ સાથે ઝડપી પાડ્યા હતા. 62 હજારનો દારૂ અને મોબાઇલ ફોન મળી પોલીસે કુલ રૂ.90 હજારની મત્તા કબજે કરી હતી.
પશ્વિમ રેલવે લોકલ ક્રાઇમ બ્રાંચ સુરત તેમજ વડોદરા યુનિટ દ્વારા દારૂની હેરાફેરી અટકાવવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન એલસીબી રેલવેના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્ર સુરજી અને એએસઆઇ મહેશ બાંગેશભાઇને મળેલી બાતમીના આધારે રેલવે સ્ટેશન પ્લેટ ફોર્મ નં.1 પાર્સલ ઓફિસ પાસેથી અનીશ મદન ઝા , વિલાસ અરવિંદ પટેલ અને શની રાજેન્દ્ર પ્રસાદ કનોજિયાને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ રૂ.62 હજારની કિંમતની 36 દારૂની બોટલો મળી આવી હતી. ત્રણેયની પૂછપરછ કરતાં તેઓ મુંબઇ એરપોર્ટ ઉપર લોડિંગનું કામ કરતા હોવાનું જણાવ્યું હતું.
દરોડા વખતે મહિલા બુટલેગરે અને તેની દીકરીઓએ બૂમરાણ મચાવી
ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લામાં નેત્રંગ વિસ્તારએ દારૂ (Alcohol) રેલમછેલનું એપી સેન્ટર કહેવાય. હાલમાં કેલ્વીકૂવા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરતાં આશ્રર્યજનક ઘટના બની છે. નેત્રંગના કેલ્વીકૂવાની નવી વસાહતમાં રહેતી મહિલા બુટલેગર રમીલા વસાવા દારૂનો વેપલો કરતી હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા. મહિલાના ઘર (House) અને બાજુમાં આવેલા જૂના ઘરમાંથી વિવિધ સ્થળે સંતાડેલો દારૂ અને બિયરની ૭૪ બોટલ મળી આવી હતી. મહિલાએ જૂના મકાનમાં રસોડામાં ખાડો ખોદી તેમજ માટલામાં બોટલો સંતાડી રાખી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલે રૂ.૧૨ હજારનો દારૂ, મોબાઈલ અને રોકડા મળી કુલ રૂ.૨૦ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે જ મહિલા બુટલેગર રમીલાબેન અને તેના ભત્રીજા રિતેશ વસાવાની ધરપકડ કરી હતી. તેમજ કબોડિયા ગામેથી બાઈક ઉપર એક વર્ષથી મહિલાને દારૂ આપી જનાર પ્રેમ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો.
આ દરોડા વખતે ખુદ મહિલા બુટલેગરે અને તેની દીકરીઓએ બૂમરાણ મચાવી દીધી હતી. એક પુત્રીએ તો ફીનાઇલ પી લીધું હતું. જેથી સ્ટેટ મોનિટરિંગ સેલે અડધેથી દરોડાની કામગીરી અટકાવી ફિનાઇલ પી જનારી યુવતીને ૧૦૮માં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં મહિલાએ કઠિત કાર્યકરને પણ ઘરે બોલાવી લઈ દરોડા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.