SURAT

સુરતમાં માતાની નજર સામે યુવકે 8 વર્ષના બાળકને રૂમમાં લઇ જઇ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યુ

સુરત : લિંબાયતમાં (Limbayat) શાકભાજી (Vegitable) ખરીદવા માટે નીચે ઉતરતા 8 વર્ષના બાળકને બળજબરીથી રૂમમાં ખેંચી જઇને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આરોપી બાળકને બળજબરી લઇ જતો હતો ત્યારે આરોપીની માતા (Mother) પણ રૂમમાં હાજર જ હતી. તેમ છતાં પણ આરોપીએ પોતાની હવસ સંતોષવા માટે બાળકને બળજબરીથી લઇ ગયો હતો. લિંબાયત પોલીસે (Police) આરોપી નિલેશ ચૌહાણની ધરપકડ કરી તેની પુછપરછ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ લિંબાયતના નારાયણ નગર વિસ્તારમાં આવાસમાં રહેતા નિલેશ અરૂણભાઇ ચૌહાણ પોતાની રૂમમાં બેઠો હતો, તેની માતા પણ ઘરનું કામકાજ કરી રહી હતી. આ દરમિયાન ઉપરના માળે રહેતો 8 વર્ષીય બાળક શાકભાજી લેવા માટે નીચે ઉતર્યો હતો, લાંબો સમય વીતવા છતાં આ બાળક નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પહોંચ્યો ન હતો. બીજી તરફ નિલેશ ચૌહાણે આ બાળકને બળજબરીથી લઇ જતો નજરે પડતા જ તમામ બાળકો ભેગા થયા હતા. તેઓએ બાળકની માતાને ફરિયાદ કરીને ઘટનાની જાણ કરી હતી. બાળકની માતા નીચે નિલેશના મકાનમાં આવી હતી અને રૂમનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ નિલેશે રૂમનો દરવાજો ખોલ્યો જ ન હતો. આ દરમિયાન પોલીસ કંટ્રોલમાં જાણ કરી દેવામાં આવતા 10 મિનીટમાં જ પોલીસનો કાફલો આવી પહોંચ્યો હતો. પોલીસ આવતાની સાથે જ નિલેશ ગભરાયો હતો અને રૂમનો દરવાજો ખોલ્યો હતો. આ દરમિયાન બાળકે પોતાની સાથે બનેલી ઘટના અંગે તેની માતાને જાણ કરી હતી. પોલીસે આરોપી નિલેશ ચૌહાણની ધરપકડ કરીને વધુ પુછપરછ શરૂ કરી છે.

માતાએ અટકાવ્યો છતાં નિલેશ બાળકને લઇને રૂમમાં જતો રહ્યો હતો
સ્થાનિકોના કહેવા પ્રમાણે જ્યારે નિલેશ બાળકને લઇને રૂમમાં જતો હતો ત્યારે નિલેશની માતા પણ ત્યાં હાજર જ હતી. બાળક બળ કરીને નિલેશની ચુંગાલમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરતો હતો, નિલેશની માતાએ નિલેશને ઠપકો આપીને બાળકને છોડી દેવા માટે કહ્યું હતું, પરંતુ નિલેશ વાતને માન્યો ન હતો અને બાળકને લઇને રૂમમાં જતો રહ્યો હતો. આ અંગે માતાની પણ ગંભીર બેદરકારી હોવાનું પોલીસે જણાવ્યું હતું અને તે દિશમાં પણ પોલીસે તપાસ કરી હોવાની વિગતો મળી છે.

Most Popular

To Top