સુરત : સુરતમાં (Surat) ડુપ્લિકેશનમાં લેડીઝ ક્રીમ કે પછી ડુપ્લિકેટ ઘી અત્યાર સુધી સંભળાતું હતું પરંતુ સુરતમાં હવે મોંઘીદાટ કંપનીના કોન્ડોમનું પણ ડુપ્લિકેશન થતું હોવાની ફરિયાદ ઉત્રાણ પોલીસ મથકમાં દાખલ થઇ છે. મોટા વરાછામાં (Mota Varachha) ડુપ્લિકેટ (Duplicate) કંપનીના ચાલીસ હજારની કિંમતના કોન્ડોમ (Condom) ઉત્રાણ પોલીસ દ્વારા પકડવામાં આવ્યા હતા. તેમાં ડયુરેક્સ કંપનીના ડુપ્લિકેટ કોન્ડોમ પકડાયા હોવાની વિગત જાણવા મળી છે. આ કોન્ડોમ તે ઓન લાઇન વેચવામાં આવતા હતા. એમેઝોન દ્વારા કંપનીને ફરિયાદ કરવામાં આવી હતી કે મોટા વરાછા ભકિત નંદન ચોક, સીસીલીયા કોમ્પલેક્સ , દુકાન નંબર એ-12માંથી જે કોન્ડોમ સપ્લાય થાય છે તે ડુપ્લિકેટ છે.
- એમેઝોન દ્વારા કંપનીને ફરિયાદ કરવામાં આવી હતી
- મોંઘીદાટ કંપનીના કોન્ડોમનું પણ ડુપ્લિકેશન થતું હોવાની ફરિયાદ
- ડયુરેક્સ કંપનીના ડુપ્લિકેટ કોન્ડોમ પકડાયા હોવાની વિગત જાણવા મળી છે
આ કોન્ડોમ તે ઓન લાઇન વેચવામાં આવતા હતા
તેથી ડયુરેકસ કંપની સત્તાધીશોએ પોલીસની મદદ લીધી હતી. તેમાં ચાલીસ હજારના 132 પેકેટ કોન્ડોમ સીઝ કરવામાં આવ્યા હતા. આખી દુકાનમાં કોન્ડોમનો હોલસેલનો વેપાર ઓન લાઇન કરવામાં આવતો હોવાની વિગત પોલીસે જણાવી હતી.આરોપીનુ નામ કિશન રમેશભાઇ બૂટાણી, બી-403 હરિદર્શન રેસીડન્સી , ભકિતનંદન ચોક , હોવાની વિગત પોલીસે જણાવી હતી. આ આરોપી તે ઓન લાઇન વેચાણ કરતો હતો. પોલીસ આગળ કિશન બુટાણીએ જણાવ્યુંકે તે કાપોદ્રામાંથી આ માલ ખરીદતો હતો.
ડયુરેકસ કંપની સત્તાધીશોએ પોલીસની મદદ લીધી હતી
ઉત્રાણ પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. કાપોદ્રામાં ફેકટરીની પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. અલબત કોન્ડોમ પણ સુરતમાં ડુપ્લિકેટ બને છે તે એમેઝોન પર થયેલી ફરિયાદ બાદ પોલીસના હાથમાં ડુપ્લિકેટ કોન્ડ઼ોમ આવતા પોલીસ પણ ચોંકી ગઇ હતી.
બેંકમાંથી થતી ફરિયાદો પણ ઠગો સુધી પહોંચી જતાં બેંકધારકે 4.50 લાખ ગુમાવવા પડ્યા
સુરત: એટીએમમાં ડેબિટ કાર્ડમાં પંદર હજાર ઉપાડવાનો પ્રયાસ કરનાર યુવાનને નાણાં નહીં આવતાં તેણે બેંક ઓફ બરોડામાં ફરિયાદ કરી હતી. બેંકોને કરવામાં આવતી આ ફરિયાદોની વિગતો પણ ઠગ સુધી પહોંચી ગઇ હતી. આમ, બેંકોમાં ફરિયાદોની ગોપનિયતાની ઐસીતૈસી કરતી ઘટનાને કારણે યુવાને 4.50 લાખ ગુમાવવા પડ્યા હતા. ઠગ દ્વારા પોતે બેંક ઓફ બરોડામાંથી હું બોલું છું તેમ જણાવીને વિડીયો કોલ મારફત કોઇ અજાણ્યાનો ફોન આવ્યો હતો. તેમાં ફરિયાદી પરેશ દેવજી અંકોલિયા (રહે.,સરથાણા) સેલ્સમેન છે. તેઓએ આ કોલને સાચો માની સામે બેસેલા ઠગે આપેલી એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમાં તમામ વિગતો લખીને આપી હતી.
કુલ 4.50 લાખની ઠગાઇ થતાં આ મામલો પોલીસમથકમાં
દરમિયાન આ એપ્લિકેશનમાં પિન નંબર નાંખતા જ ખાતામાંથી બે વખત બે લાખ અને ત્યારબાદ 25000 જેટલી રકમ બે વખત ઊંચકાઇ ગઇ હતી. આમ કુલ 4.50 લાખની ઠગાઇ થતાં આ મામલો પોલીસમથકમાં દાખલ થયો હતો. આ ઘટનામાં બેંકોમાં ગ્રાહકો દ્વારા કરવામાં આવતી ફરિયાદોની વિગતો ઠગો સુધી પહોંચી જતી હોવાને કારણે હવે બેંકોની વિશ્વસનીયતા સામે પણ પ્રશ્નાર્થ ચિન્હ મુકાઇ ગયું છે.