સુરત: તહેવાર (Festival) નજીક આવે એટલે મિઠાઈઓની (Sweets) માંગ (Demands) વધતી હોય છે. જેથી મિઠાઈઓની (Sweets) દુકાનોમાં (Shops) મોટી માત્રામાં (Bulk) મિઠાઈઓ (Sweet Making) બનાવવામાં આવે છે. તેમા પણ સુરતના (Surat) પોતીકા શરદપૂર્ણિમાના (Sharadpurnima) તહેવારમાં સુરતીઓની પ્રિય ઘારી (Ghari) બનાવવાની તૈયારી કંદોઇઓ (Sweets Makers) પંદર દિવસ પહેલાં શરૂ કરી દેતા હોય છે. ત્યારે મિઠાઈનું વેચાણ (Selling) વધતા સુરત મહાનગર પાલિકાનું આરોગ્ય વિભાગ (Health Department) પણ સક્રિય (Active) થઈ ગયું છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા તહેવારો પહેલા વિવિધ ખાદ્ય પદાર્થની ચકાસણી કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ચંદી પડવાના તહેવારમાં કેટલાંક લેભાગુ તત્વો દ્વારા હલકી ગુણવત્તાના માવા વેચાણ માટે બજારમાં મોકલવામાં આવતા હોવાની જાણકારી મળી હતી. જેના પગલે મહાનગર પાલિકાનું આરોગ્ય તંત્ર ફરી એક વાર સક્રિય થયું છે. આજે સવારથી આરોગ્ય વિભાગની 15 જેટલી ટીમો દ્વારા શહેરની તમામ માવાનું વેચાણ કરતી સંસ્થાઓમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
આગામી દિવસોમાં સુરત શહેરમાં ચંદી પડવાનો તહેવાર ભારે ધામ ધૂમથી ઉજવાશે. આ તહેવાર દરમિયાન સુરત વાસીઓ દ્વારા કરોડો રૂપિયાની ધારીની ખરીદી કરવામાં આવશે. શહેરમાં મીઠાઈના વેપારીઓ સાથે અનેક સંસ્થાઓએ ઘારી બનાવવાનું શરૂ કર્યું છે. ત્યારે વેપારીઓ દ્વારા નફો કમાવા માટે ઘારીમાં વપરાતો માવો ઘણીવાર હલકી ગુણવત્તાનો અથવા ખરાબ બગડી ગયેલો વાપરવામાં આવે છે. આથી સુરતના લોકોના સ્વસ્થ્ય સાથે ચેડા ન થાય માટે આ કામગીરી આજરોજ હાથ ધરવામાં આવી છે.
ઘારી બનાવવા માટે માવાનો ઉપયોગ થાય છે. પરંતુ આ માવો બગડેલો કે ભેળસેળ વાળો હોવાની ફરિયાદ થઈ રહી છે. જેના પગલે આજે સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગએ શહેરમાં માવાનો વેચાણ કરતી સંસ્થાઓમાં દરોડા પાડ્યા છે. માવાનો વેચાણ કરતી સંસ્થામાંથી માવાના નમુના લઈને ચકાસણી માટે ફૂડ લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. જો કોઈ સંસ્થાના માવાના નમુના ફેલ થાય તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
આ વર્ષે મનપાના તંત્ર દ્વારા ઘારીની ગુણવત્તા ચકાસવા માટે ભાગળની અલગ અલગ દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યાં છે. ભાગળ વિસ્તારમાં માવાની ઘણી દુકાનો આવેલી છે. ત્યારે આ દુકાનો ઉપર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ઘારીમાં વપરાતા હલકી કક્ષાના માવાનો ઉપયોગ થતો હોવાની ફરિયાદના પગલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ દુકાનોમાંથી લેવાયેલા માવાના સેમ્પલને સીલ કરીને લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
સુરત મનપાના આરોગ્ય વિભાગના ઘારીનો માવો બનાવતી દુકાનો ઉપર દરોડા
By
Posted on