સુરત: સુરતના (Surat) ઈચ્છાપોર ખાતે L&Tમાં કામ કરતા બે યુવકોને નોકરી (Job) પરથી પરત ફરતા રવિવારે કાળ ભરખી ગયો હતો. નોકરી પરથી યુવકો તેના ગામ થઈ ઈચ્છાપોર પોતાના ઘરે પરત ફરી રહ્યાં હતા તે સમયે રોડ અકસ્માતમાં બંને યુવકોના મોત (Death) થયા હતા. જાણકારી મુજબ બંને યુવકોમાંથી એક યુવક પરણિત (Married) હતો જ્યારે અન્ય એક યુવક અપરણિત હતો. આ મામલે ઈચ્છાપોર પોલીસે (Police) તપાસ હાથ ધરી છે.
સુરતમાં L&T કંપનીમાં કામ કરતા બે યુવકો પોતાનું કામ પતાવીને રવિવારે મોડી રાત્રે ઘરે પરત ફરી રહ્યાં તે સમયે તેમને રસ્તામાં અકસ્માત નડ્તા બંને યુવકોના મોત થઈ ગયા હતા. યુવકોની બાઇક સ્લીપ મારી જતા બંને મોતને ભેટયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. બન્ને યુવકો મૃત અવસ્થામાં વાસવાગામ ના રોડથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. મૃત્યુ પામનાર યુવકની ઓળખ સાગર બળદેવભાઈ પટેલ અને જતીન રમેશભાઈ પટેલનાં નામે થઈ હતી. જેના કારણ પટેલ સમાજમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.
ઇચ્છાપોર ગામના સરપંચ યોગેશ પટેલે જણાવ્યું હતું કે બન્ને યુવકો એલ એન્ડ ટી કંપનીમાં કોન્ટ્રાકટ બેઝ પર સુપર વાઇઝરની નોકરી કરતા હતા. સાગર 30 વર્ષનો અપરિણીત યુવક હતો. તે ત્રણ બહેનોમાં એકનો એક લાડકો ભાઈ હતો. જ્યારે જતીન પરિણીત સાથે બે દીકરીઓ નો પિતા હતો. શ્રમજીવી પરિવારનો આર્થિક સહારો છીનવાઈ જતા માતમનો માહોલ છવાયો હતો.
રવિવારની મજા માણવા નીકળેલા 3 યુવકોમાંથી 1નું મોત
સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી સેન્ટર ફોર્સ BRTSમાં બ્લ્યુ બસની અડફેટે બાઇક સવાર ત્રણ પૈકી એકનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્રણેય મિત્રો કાપડ માર્કેટિંગના કામકાજ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.
રવિવારની મજા માણવા નીકળેલા 3 યુવકોને VNSGU ખાતે અકસ્માત નડ્યો હતો. સાંજે 5.30 વાગ્યાના અરસામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી સેન્ટર ફોર્સ BRTSમાં બ્લ્યુ બસની અડફેટે આવેલા 3માંથી એક યુવકનું મોત થયું હતું. અકસ્માત થતાં ધાયલ તમામને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જો કે ટૂંકી સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું.