SURAT

સુરતમાં તૈયાર થયું દેશનું સૌથી મોટું અને અદ્યતન આઈટી મેક સેન્ટર, આ રીતે કરશે કામ?

સુરત: સુરત મહાનગરપાલિકા(Surat Municipal Corporation) દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓનું મોનિટરિંગ(monitoring) એક જ સ્થળેથી થઇ શકે એ માટે મનપા દ્વારા ઉધના-મગદલ્લા રોડ પર બ્રેડ લાઈનર સર્કલ પાસે ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ સુરત અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર(Surat Urban Observatory and Emergency Response Centre) તૈયાર કરાયું છે. રૂ.60.59 કરોડના ખર્ચે તૈયાર થયેલું આ સેન્ટર થકી આગ, રેલ, વાવાઝોડું, ધરતીકંપ વગેરે જેવી કુદરતી આફતો દરમિયાન ઈમરજન્સી સેવા(Emergency Services)ઓને મોનિટર કરી પરિસ્થિતિને પહોંચી વળવા જરૂરી માહિતીનું સંકલન કરવામાં આવશે. તેમજ આ સેન્ટર થકી સેવાઓનું મોનિટરિંગ સેન્ટ્રલાઈઝ્ડ સેન્ટરથી કરવામાં આવશે.

  • દેશનું સૌથી મોટું અને અદ્યતન સુવિધાઓથી સજ્જ આઈટી મેક સેન્ટર આખરે તૈયાર
  • વડાપ્રધાન મોદીના હસ્તે 60.59 કરોડના ખર્ચે તૈયાર થયેલું આઈટિમેક સેન્ટરનું લોકાર્પણ કરાશે

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસીસ જેવી કે બીઆરટીએસ, સિટી બસ, ટ્રાફિક જંક્શન મોનિટરિંગ તેમજ મહાનગરપાલિકાની અન્ય વિવિધ સેવાઓ જેવી કે પ્રોપર્ટી ટેક્સ, કમ્પ્લેઇન મેનેજમેન્ટ સિસ્ટમ, વીબીડીસી, આઈટીએમએસ, આરએફઆઈડી તથા જીપીએસ બેઇઝ્ડ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન સિસ્ટમ, વોટર સપ્લાય, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વગેરેનું મોનિટરિંગ આ સેન્ટર થકી થશે.

એલર્ટ સિસ્ટમ થકી અધિકારીઓને ત્વરિત જાણ થશે
સેન્ટરમાં મોનિટરિંગ કરવા માટે કમાંડ એન્ડ કંટ્રોલ સોલ્યુશન પણ છે. જે પ્રત્યેક સિસ્ટમના અગત્યનાં પેરામીટર્સનું મોનિટરિંગ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. અને પેરામીટર્સના રીડિંગમાં ક્ષતિ જણાશે તો સિસ્ટમ જે-તે સિસ્ટમ સાથે સંકળાયેલા અધિકારી કે કર્મચારીને મેસેજ તથા ઈમેઈલ મારફત જાણ કરશે. વધુમાં આ ક્ષતિ જીઆઈએસ મેપ ઉપર એક એલર્ટ તરીકે દર્શાવવામાં આવશે. આ એલર્ટ કમાંડ સેન્ટર ઓપરેટર જોઈ શકશે અને એલર્ટની ગંભીરતા મુજબ પૂર્વ નિર્ધારિત એસઓપી શરૂ કરી શકશે અને તે મુજબ જે-તે અધિકારી કે કર્મચારીને જરૂરી પગલાં લેવા માટે જાણ કરવામાં આવશે.

આઈટી મેક સેન્ટરમાં કઈ કઈ સુવિધાઓ હશે

-ફાયર એન્ડ ઈમરજન્સી કંટ્રોલ રૂમ
-મહાનગરપાલિકાની હેલ્પલાઇન
-સુરત મહાનગરપાલિકાની વિવિધ IT ને જરૂરિયાત માટેનું જરૂરી ડેટા સેન્ટર
-સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડની ઓફિસ
-પ્રેસ એન્ડ મીડિયા બ્રીડિંગ રૂમ
-એક્ઝિક્યુટિવ મીટિંગ રૂમ
-ટ્રાન્સપોર્ટ અને મોબિલિટી કમાંડ એન્ડ કંટ્રોલ રૂમ
-મહાનગરપાલિકાની અન્ય સેવાઓ માટેનો કમાંડ એન્ડ કંટ્રોલ રૂમ

Most Popular

To Top