SURAT

સુરતથી એક માત્ર ઇન્ટરનેશનલ ફ્લાઈટ બંધ થવાની અફવાને વિરામ મળ્યો

સુરત: અફવા સુરતથી (Surat) શારજાહની એકમાત્ર ઇન્ટરનેશનલ ફ્લાઈટ (International Flight) ઓછા પેસેન્જરો મળતાં હોવાથી વિન્ટર શિડ્યુલમાં બંધ થઈ જશે એવી ચાલી રહેલી અફવા વચ્ચે એરઇન્ડિયા એક્સપ્રેસે આજે માર્ચ 2023 સુધીનું વિન્ટર શિડયુલ જાહેર કરી સુરત-શારજાહ ફ્લાઈટ સપ્તાહમાં બે દિવસ બુધવારે અને રવિવારે સુરતથી ઓપરેટ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે.એ સાથે ફ્લાઈટ બંધ થવાની અફવાને વિરામ મળ્યો છે. 7 ઓગસ્ટે 189 સીટર વિમાનમાં શારજાહથી 109 પેસેન્જર સુરત આવ્યા હતાં અને સુરતથી શારજાહ 182 પેસેન્જર ગયા હતાં.

  • સુરત- શારજાહ ફ્લાઈટ સપ્તાહમાં બે દિવસ બુધવાર અને રવિવારે ઓપરેટ થશે
  • એરઈન્ડિયા એક્સપ્રેસે માર્ચ 2023 સુધીનું વિન્ટર શિડયુલ જાહેર કર્યું

જુલાઈ – 2022 માં શારજાહ- સુરત ફ્લાઇટને 2499 પેસેન્જર મળ્યાં હતાં 1427 પેસેન્જર સુરતથી ગયા હતાં અને 1072 પેસેન્જર સુરત આવ્યા હતાં. એ રીતે સપ્તાહમાં બે દિવસની ફ્લાઇટને સારો પેસેન્જર લોડ મળી રહ્યોં છે.ટીકીટ ભાડા જોતાં એરલાઈન્સને લાભ થઈ રહ્યોં છે.દિવાળી વેકેશન જોતા એર ઇન્ડિયા એક્સપ્રેસે શારજાહ,દુબઇ,અબુધાબીના પ્રવાસે જતાં સુરતીઓ માટે 30 માર્ચ સુધી ટીકીટ બુકીંગ ઓપન રાખી ફ્લાઇટને લગતી અફવાનું અપ્રત્યક્ષ રીતે ખંડન કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત-શારજાહ ફ્લાઇટ સુરતથી ઓપરેટ થતી એક માત્ર ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે અને હવે સુરતથી અન્ય ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશનની ફ્લાઇટ મળે તેવા પ્રયત્નો ચાલી રહ્યાં છે.

Most Popular

To Top