SURAT

જમવાનું બનાવવામાં મોડુ થતા પતિએ પત્નીના હાથમાં કરી લીઘું કંઈક એવું કે…..

સુરત: ઉન પાટીયા ખાતે જમવાનું બનાવવામાં મોડું થતા દંપત્તિ વચ્ચે ઝઘડો (Quarrel) થતા પતિએ (Husband) પત્નીના (Wife) હાથમાં બચકું (Bite) ભર્યું હતું. જેને પગલે પત્ની નવી સિવિલમાં (New Civil) સારવાર માટે પહોંચી હતી. નવી સિવિલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉન પાટીયા ખાતે રહેતી 43 વર્ષીય શબાના આજે નવી સિવિલમાં સારવાર માટે આવી હતી. શબાનાને તેના પતિએ હાથમાં આજે સવારે બચકુ ભરી લીધું હતું. ગઈકાલે રાત્રે શબાનાને જમવાનું બનાવવામાં મોડુ થતા પતિ સાથે ઝઘડો થયો હતો. પતિએ માર મારતા તે ઘર છોડી આપઘાત કરવા નીકળી હતી. લોકોએ તેને સમજાવી પોલીસને જાણ કરતા પોલીસે દંપત્તિ વચ્ચે રાત્રે સમાધાન કરાવ્યું હતું. આજે સવારે ફરી બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારે પતિએ શબાનાના હાથમાં બચકું ભરી લેતા તેને નવી સિવિલમાં સારવાર કરાવી પોલીસને જાણ કરી હતી.

બારડોલીમાં કથીત પત્રકારે ભૂવાના વેશમાં વિધિ કરવાના બહાને પરિણીતાની છેડતી કરી
બારડોલી : બારડોલીના તલાવડી નજીક કથીત પત્રકારે ભૂવાના વેશમાં વિધિ કરવાના બહાને અનુસૂચિત જાતિની પરિણીતા સાથે છેડતી કરતાં બારડોલી ટાઉન પોલીસ મથકમાં છેડતી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે આરોપીની અટક કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
બારડોલીના તલાવડી નજીક સ્મશાનભૂમિની બાજુમાં રહેતો અને પત્રકાર થઈને ફરતો શાબીરબાપુ ઉર્ફે સલીમબાપુ નામનો શખ્સ તેના જ ઘરના ઉપરના માળે ભગત ભૂવાની વિધિ કરે છે. ગત તા.25 ફેબ્રુઆરીએ એક અનુસૂચિત જાતિની દુખીયારી પરિણીતા તેની સમસ્યા લઈને ભૂવા શાબીરબાપુ પાસે ગઈ હતી. જ્યાં તેણે પરિણીતાને એક બંધ રૂમમાં બેસાડી તેની સાથે મરજી વિરુદ્ધ અડપલાં કરતાં મહિલા ગભરાઈ ગઈ હતી.

તેણે આ અંગે તેના પરિવારજનોને જાણ કર્યા બાદ આખરે બારડોલી ટાઉન પોલીસનું શરણું લીધું હતું. પોલીસે બુધવારે રાત્રે પરિણીતની ફરિયાદને આધારે શાબીર ઉર્ફે સલીમ બાપુ સામે છેડતી ઉપરાંત અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર નિવારણ કાયદા (એટ્રોસિટી એક્ટ)ની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાની તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપી ભાર્ગવ પંડ્યા કરી રહ્યા છે. પોલીસે આરોપી શાબીરની અટક કરી તેની પૂછપરછ શરૂ કરી હતી. પોલીસ તેના ઘરે વિધિ માટે બનાવેલા સ્થાનકની પણ મુલાકાત લઈ ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિની દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

અન્યની સંડોવણી છે કે કેમ તપાસ થશે
એસસીએસટી સેલના ડીવાયએસપી ભાર્ગવ પંડ્યાએ જણાવ્યું હતું કે, શાબીરબાપુએ વિધિના બહાને મહિલા સાથે છેડતી કરી હોવાની ફરિયાદ મળતાં હાલ અમે તપાસ શરૂ કરી છે. આરોપીની અટક કરી કોવિડ રિપોર્ટ આવ્યા બાદ તેની વિધિવત ધરપકડ કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય કોઇની સંડોવણી બાબતે પણ પોલીસની ટીમ તપાસ કરી રહી છે.

Most Popular

To Top