SURAT

સુરત : પતિએ પરસ્ત્રી સાથે રંગરેલિયા મનાવતો હોવાનો લાઈવ વિડીયો પત્નીને મોકલ્યો

સુરત : પતિ-પત્ની(husband-wife)ના ઝઘડામાં પતિએ અન્ય યુવતી સાથે પ્રેમ કરીને તેની સાથેના સંબંધ (sex) બાંધતાં અશ્લીલ ફોટા તેમજ નગ્ન હાલતનો વિડીયો કોલ (video call) પત્નીને કરીને પોતાની લાજ-શરમ નેવે મૂકી દીધી હતી. પત્ની સાથે અણબનાવમાં પત્નીને માનસિક ત્રાસ આપવા માટે પતિ આટલી હદે જઇ શકે તેવો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. પતિ અને તેની પ્રેમિકાની અશ્લીલ હરકતોની ફરિયાદ અમરોલી પોલીસમાં નોંધાતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ સ્ટાર પેલેસ, ક્રિષ્ના રેસિડેન્સીની સામે જીગ્નાશાબેને અડાજણ (adajan) બદ્રીનારાયણ મંદિરની સામે રેવાનગરમાં રહેતા મનોજભાઇ પ્રભાકરભાઇ ચન્દ્રાની સાથે 2009માં પ્રેમલગ્ન કર્યાં હતાં. લગ્નનાં ચાર વર્ષ બાદ મનોજભાઇનું અડાજણમાં જ રહેતી ગીતા સરદારસિંગ ચૌહાણ નામની મહિલા સાથે અફેર થયું હતું. જીગ્નાશાબેનને આ બાબતની જાણ થતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. મનોજ જ્યારે ગીતાને મેસેજ કરતો હતો ત્યારે તેની પત્ની જીગ્નાશા સમજાવતી હતી.

પત્નીની સારી વાતોને નજરઅંદાજ કરી મનોજ પત્ની જીગ્નાશા ઉપર હાથ ઉપાડતો હતો. લોકડાઉનમાં મનોજભાઇએ જીગ્નાશાને ઘરમાંથી કાઢી મૂકી હતી. ત્યારબાદ જીગ્નાશા તેની મિત્ર ભૂમિકાના ઘરે રહેવા ગઇ હતી. ત્યારે મનોજ અને ગીતાએ તેઓના શરીર સંબંધના અશ્લીલ ફોટા અને વિડીયો જીગ્નાશાને મોકલ્યા હતા. મનોજે જીગ્નાશાને વિડીયો કોલ કરીને પોતાના અને ગીતાના ન્યૂડ ફોટા તેમજ તેઓના શરીર સંબંધ બાંધતો વિડીયો બતાવ્યો હતો. થોડા દિવસ અગાઉ મનોજ ઘરે નહીં આવતાં જીગ્નાશાએ મનોજને ફોન કરીને ક્યાં છો તેમ પૂછ્યું હતું. ત્યારે મનોજે કહ્યું કે, હું ગીતાની સાથે છું તારાથી થાય તે કરી લે.

આપણા છૂટાછેડા(divorce)ના કાગળો નહીં થાય ત્યાં સુધી હું ઘરે નહીં આવું’ કહીને ફોન મૂકી દીધો હતો. બીજી તરફ ગીતા સ્ટેશન પાસે આવેલા પરમ ડોક્ટર હાઉસમાં નોકરી કરે છે. ત્યાં જીગ્નાશાએ ગીતાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગીતાએ પોતાના પ્રેમી મનોજની વાત ખેંચીને જીગ્નાશાની સાથે માથાકૂટ કરી હતી. ગીતાએ જીગ્નાશાને ગાળો આપીને માર માર્યો હતો અને કહ્યું કે, હું તારા પતિ સાથે જ રહેવાની છું, તારાથી થાય તે કરી લેજે કહીને જીગ્નાશાને માર માર્યો હતો. આ બનાવ અંગે અમરોલી પોલીસમાં ફરિયાદ આપવામાં આવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top