સુરત: સુરત (Surat) શહેરમાં અનેક વાર સ્વૈચ્છિક સંસ્થાઓ એવા કાર્યક્રમો કરે છે જેમાં આરોગ્ય અને શિક્ષણને લઈને જરૂરીયાતમંદ લોકોને મદદ પહોંચાડવામાં આવે છે. આવો જ એક કાર્યક્રમ મહિલાઓના ગ્રુપ દ્વારા આજે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં (Held) આવ્યો હતો. જેમાં પેટ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. પેટ કાર્નિવલમાં (Pet Carnival) સુરતના 200થી વધારે ડોગ, રેબિટ, બર્ડ વગેરે ભાગ લીધો હતો. ઉપરાંત ઘણા લોકો પણ હાજર રહ્યા હતા. આ કાર્નિવલ થકી જે રકમ એકત્રિત થશે તેના ઉપયોગથી શાળાઓમાં ગર્લ્સ ટોયલેટ બ્લોક (Girls Toilet Block) બનાવવામાં આવશે.
- આ પ્રકારના કાર્નિવલ દર વર્ષે મહિલાઓના ગ્રુપ દ્વારા યોજવામાં આવે છે
- પેટ કાર્નિવલમાં સુરતના 200થી વધારે ડોગ, રેબિટ, બર્ડ વગેરે ભાગ લીધો
- પોલીસ પરેડ ગ્રાઉન્ડની અંદર ડોગની અલગ-અલગ એક્ટિવિટી થઈ હતી
- આ કાર્નિવલથી મળતા ડોનેશનથી ગર્લ્સ ટોયલેટ બ્લોક બનાવવામાં આવશે
સુરત શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડની અંદર ડોગની અલગ-અલગ એક્ટિવિટી થઈ હતી. જેના માટે પહેલાથી જ સ્વિમિંગ પૂલ, જમ્પિંગ, ટ્રેન જેવી અલગ અલગ વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. વ્યવસ્થા સારી હોવાના કારણે ભાગ લેવા આવનાર ડોગ પ્રેમીઓને ડોગ એક્ટિવિટી જોવાની ખૂબ મજા પડી. જાણવી દઈએ કે આ કાર્નિવલ દર વર્ષે મહિલાઓના ગ્રુપ દ્વારા આવતો હતો. પરંતુ કોરોનાને કારણે છેલ્લા કેટલાક સમયથી તે બંધ હતું અને હવે પાછું ફરીથી તેણે રેગ્યુલ રીતે શરૂ કરી દેવામાં આવ્યું છે.
મહિલાઓના ગ્રુપની એક મહિલાના જણાવ્યા અનુસાર, તેઓનો મુખ્ય ધ્યેય છોકરીઓના શિક્ષણ માટે ફંડ એકત્રિત કરવાનો છે. આ મહિલાઓના ગ્રુપની સંસ્થા આ પ્રકારના કાર્યક્રમો કરીને ડોનેશન એકત્રિત કરે છે. જેનાથી તેઓ શાળાઓમાં છોકરી માટે ઉપયોગમાં આવે તેવા કાર્ય કરે છે. હાલ આ સંસ્થા એક શાળા બનાવી રહ્યા છે જેમાં દોઢસો જેટલી છોકરીઓ ભણી શકશે. આ શાળામાં છોકરીઓ માટે ટોયલેટ બ્લોક બનાવાનો છે તેથી તેઓએ આ પેટ કાર્નિવલનું આયોજન કર્યું છે. આ કાર્નિવલથી મળતા ડોનેશનનો (Donation) તેનો ઉપયોગ છોકરીઓ માટે ટોયલેટ બ્લોક બનાવવા માટે કરશે અને જરૂરિયાતમંદ છોકરીઓ માટે કામ કરશે. આ કાર્નિવલમાં તેઓને ખૂબ સારો સહકાર મળ્યો છે.