સુરત: સુરતમાં ચોરીના(Theft) બનાવો અવારનવાર બનતા હોય છે, આવો જ એક બનાવ(Incidence) આજે સવારે(Today Morning) બન્યો હતો. કામરેજના(Kamarej) ઊંભેળ ગામમાં જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન(District Health Committe Chairman) અને પૂર્વ કામરેજ તાલુકા પ્રમુખ જગદીશ પટેલની કારની(Car) ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. ચોરીના CCTV સામે આવતા કામરેજ પોલીસ દોડતી થઈ ગઈ છે. ઘર આંગણે પાર્ક કરેલી ઇનોવા ટોયોટા કારની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તસ્કરોએ કારનો કાચ તોડી કારની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. ચોરીમાં કારમાં મુકેલા 50 હજાર રોકડા અને ઓરીજીનલ આર.સી. બુક સાથે મહત્વના દસ્તાવેજ પણ ચોરી થયા હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ જતા કામરેજ પોલીસએ વધુ તપાસ હાથ ધરી છે. વધુમાં જાણવા મળ્યું હતું કે આ કાર પ્રમુખના દીકરાના નામે હતી અને ઘરના આંગણા માંથી ચોરી થઈ છે.
જગદીશ ભાઈના મિત્ર દર્શન પટેલએ જણાવ્યું હતું કે કાર કામરેજ આરોગ્ય ખાતાના ચેરમેન અને પૂર્વ તાલુકા પ્રમુખ જગદીશ પટેલના દીકરા દિવ્યેનના નામ પર હતી. રાત્રે 8 વાગ્યે ઘર બહાર કાર પાર્ક કર્યા બાદ સવારે કાર ગાયબ થઈ જતા આશ્ચર્ય થયુ હતુ. CCTV ચેક કરતા સ્વીફ્ટ કારમાં આવેલા ચાર પૈકી બે અજાણ્યા ઈસમો કાચ તોડી વાયર સાથે છેડછાડ કરી કાર ચાલુ કરીને ચોરી કરી જતા હોવાનું સ્પષ્ટ દેખાય છે. એટલુ જ નહીં પણ 45 મિનિટમાં કાર ચોરી થઈ છે જેમાં 50 હજારની રોકડ અને જરૂરી પેપર પણ હતા.
વધુમાં જણાવ્યું હતું કે કારમાં આવેલા કાર ચોરો ફળિયામાં ચાર રાઉન્ડ મારે છે. ત્યારબાદ રિવર્સ લઈ નાણાવત શેરીમાં બે વ્યક્તિઓને ઉતારી સ્વીફ્ટ કાર ઓવર બ્રીજથી પોલીસ ચોકી તરફ લઈ જાય છે. ત્યારબાદ ઇનોવા પાસે ઉતરેલા ઈસમો કાર ખોલવાના પ્રયત્નો કરે છે અને નિષ્ફળ થાય છે. એટલે કારની બારીનો કાચ તોડી અંદર પ્રવેશ કરી ઓટોમેટિક એટલે કે ચાવી વગર કાર ચાલુ કરી દે છે. ત્યારબાદ સ્વીફ્ટ આવતા જ ઇનોવા લઈ કામરેજ તરફ જવા રવાના થઈ જાયછે જ વહેલી સવારે 3:12 મિનિટના સમયમાં CCTV દેખાય છે. હાલ કામરેજ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
સુરતની આ મોટી હસ્તીની કાર ચોરાઈ: જરૂરી દસ્તાવેજ સહિત 50,000 ચોરાયા
By
Posted on