સુરત: શહેરમાં મહિલા સશક્તિકરણ અને સુરક્ષિત મુસાફરીને પ્રોત્સાહન આપવા સુરત મહાનગર પાલિકા દ્વારા શરૂ કરાયેલ પિંક ઓટો પ્રોજેક્ટને મળેલા સફળ પ્રતિસાદ બાદ હવે પિંક બસ સેવાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. શહેરમાં એક વર્ષ પહેલા શરૂ કરાયેલા પીંક ઓટો પ્રોજેક્ટથી 47 મહિલાઓને રોજગારી મળી હતી. ત્યારબાદ મહિલાઓ અને યુવતીઓ માટે ખાસ પિંક બસ શરૂ કરવાનો નિર્ણય પાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ મહિલા ચાલક ન મળતા આ પ્રોજેક્ટ 20 મહિના સુધી અટક્યો હતો.
- સુરતના રસ્તા ઓ પર મહિલાઓ બસ ચલાવતી દેખાશે
- ONGCથી સરથાણા સુધી માત્ર મહિલાઓ માટે પીંક બસનો આજથી પ્રારંભ
- મહિલા સશક્તિકરણ માટે કરોડો ખર્ચાયા પછી પણ આ હાલત
હવે અંતે ઇન્દોરથી મહિલા બસ ચાલકની નિમણૂક થતાં આવતીકાલે સવારે 11 વાગ્યે ઓએનજીસીથી પિંક બસનું લોકાર્પણ થશે. બસમાં મહિલા ચાલક સાથે મહિલા કન્ડકટર પણ રહેશે અને આ બસમાં માત્ર મહિલાઓને જ મુસાફરી કરવાની મંજૂરી હશે. પિંક બસ ઓએનજીસીથી સરથાણા નેચર પાર્ક સુધી દોડશે. શહેરમાં પ્રદૂષણ નિયંત્રણ અને માસ ટ્રાન્સપોર્ટેશન મજબૂત બનાવવા માટે બીઆરટીએસ રૂટ પર ઈ-બસો દોડાવ્યા બાદ હવે પિંક બસ સેવા મહિલા સુરક્ષા અને સ્વાવલંબન તરફનું નવું પગલું ગણાશે.
બ્રિજ સિટી સુરતમાં બસ દોડાવવાનો મોકો મળ્યો એ બદલ આનંદ : મહિલા બસ ચાલક, નિશા શર્મા (કવોટનો ફોટો એટેચ છે)
સુરત મનપાના પીંક બસ કોન્સેપ્ટનો પ્રારંભ કરવા માટે સુરત આવેલી ઇન્દોરની મહિલા બસ નિશા શર્મા સુરત અને ગુજરાતની પહેલી મહિલાઓ માટે અને મહિલા દ્વારા ચલાવવામાં આવતી પિંક બસની ડ્રાઇવર બની છે. નિશા શર્માએ જણાવ્યું હતું કે, મને પહેલો મોકો મહિલાઓ માટે બસ ચલાવવાનો મોકો ઇન્દોરમાં મળ્યો હતો. એક મહિનાની ટ્રેનિંગ બાદ મેં બસ ચલાવવાનું શરૂ કર્યું હતું. મને બસ ચલાવવાનો ચાર વર્ષનો અનુભવ છે અને હવે ગુજરાત અને સુરતમાં બસ ચલાવવાનો પહેલો મોકો મને આપ્યો છે.