સુરત: કોરાના (Corona) બે વર્ષના કહેર બાદ ગુજરાત બોર્ડની (Gujarat Board) આગામી માર્ચ (March) મહિનામાં લેવાનારી પરીક્ષા (Exam) માટે સુરત (Surat) જિલ્લા પરીક્ષા સમિતિની આજરોજ બેઠક (Meeting) યોજાઈ હતી. પરીક્ષા સમિતિની બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને વિદ્યાર્થીઓને (Student) પરીક્ષામાં મુશ્કેલી નહીં પડે એવા તકેદારીના પગલા લેવા માટે સૂચનો કરવામાં આવ્યા હતા.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા ૨૮મી ફેબ્રુઆરીથી યોજાવા જઇ રહી છે. જેની તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજરોજ સુરત જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. પરીક્ષા સમિતિની આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી, પોલીસ વિભાગ, વીજ કંપની સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને સમસ્યા નહીં નડે તે માટે તકેદારીના પગલા લેવા સૂચનો કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં વર્ગ-૧ના અધિકારીઓની ખાસ ખાસ સ્કવોડ તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જિલ્લા શિક્ષણ કચેરીએ રજૂ કરેલા આંકડા મુજબ સુરત જિલ્લામાંથી ધોરણ-૧૦ ના સરેરાશ ૯૬ હજાર, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના બાવન હજાર અને વિજ્ઞાન પ્રવાહના ૧૫ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. કોરોનાને લઇને વિતેલા બે શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦૨૦ અને ૨૦૨૦-૨૦૨૧ માં બોર્ડની પરીક્ષા લેવામાં આવી ન હતી અને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યા હતાં. બે વર્ષ પછી બોર્ડની પરીક્ષા લેવામાં આવશે.જેને લઇને શિક્ષણતંત્ર દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.