Gujarat

સુરત પૂર્વના આપના ઉમેદવાર કંચન જરીવાલાના અપહરણની ફરિયાદ ચૂંટણી પંચે ફગાવી

ગાંધીનગર : ચૂંટણી (Election) પંચે હવે સુરતના (Surat) પૂર્વના આપના ઉમેદવાર કંચન જરીવાલાના અપહરણની (Kidnapping) ફરિયાદ ફગાવી દીધી છે. એટલું જ નહીં હવે કંચન જરીવાલા ચૂંટણીની રેસમાં નથી, તેવી પણ સ્પષ્ટ જાહેરાત કરી દીધી છે. આજે ગાંધીનગરમાં (Gandhinagar) રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતી તથા અધિક મુખ્ય ચૂંટણી અધિકારી કુલદિપ આર્યાએ કહ્યું હતું કે, કેન્દ્રિય ચૂંટણી પંચ તથા ગુજરાતમાં મુખ્ય ચૂંટણી અધિકારીને આપની ફરિયાદ મળી હતી. જેમાં ચૂંટણી પંચે જિલ્લા કલેકટર તથા ચૂંટણી ઓબ્ઝર્વર તથા પોલીસનો રિપોર્ટ મંગાવ્યો હતો. આ ઉમેદવાર તેમની મેળે એટલે કે સ્વેચ્છાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચવા ગયા હતા, તેમની રજુઆત ચૂંટણી પંચે સ્વીકારી લીધી છે. એટલે કે તેઓ હવે ચૂંટણીના ઉમદવાર ગણાશે નહીં. પંચે અપહરણની ફરિયાદ માની નથી.

વાઘોડિયામાં અપક્ષ ઉમેદવારી કરતી વખતે મધુ શ્રીવાસ્તવે પોતાના ટેકેદારો અને સમર્થકોનો જો કોઈ કોલર પકડવાની કોશિશ કરનારને રિવોલ્વરથી ગોળી મારી દેવાની ધમકી આપી હતી. આ નિવેદનનના પગલે ચૂંટણી પંચે તેમની સામે સ્યુઓમોટો તપાસ હાથ ધરી છે. પી ભારતીએ કહ્યું હતું કે અમે જિલ્લા કલેકટર પાસેથી મધુ શ્રીવાસ્તવના આ નિવેદનના મમલે રિપોર્ટ મંગાવ્યો છે. રિપોર્ટ આવી ગયા પછી તેમની સામે શુ પગલાં લેવા તે મુદ્દે પંચ વિચારશે.

શો બાજી કરતાં ચૂંટણી ઓબ્ઝર્વરને હટાવાયા
આજે સવારે કેન્દ્રિય ચૂંટણી પંચે અમદાવાદમાં બાપુનગર તથા અસારવા વિધાનસભા બેઠક માટે નિમાયેલા ચૂંટણી ઓબ્ઝર્વર અભિષેત સિંગ દ્વારા પોતાની તસ્વીર ઈન્સ્ટાગ્રામ પર મૂકી દીધી હતી. જેમાં તેમની ઈનેવા કાર પર આગળના ભાગે ઓબ્ઝર્વર શબ્દ લખ્યો હતો. જેના પગલે વ્યવસાયિક ગેરવર્તણૂકના કારણોસર તેમને ગુજરાતની ચૂંટણી ડયુટીમાંથી ખસેડી લેવાયા છે. મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું હતું કે તેમના અભિષેક સિંગના સ્થાને અન્ય સિનિયર અધિકારીને આ જવાબદારી સોંપાઈ છે.

Most Popular

To Top